Mehul Vyas. વડોદરાના અકોટા વિસ્તારની મિરઝા કોલોનીમાં રહેતાં સરફરાજ શબીરભાઈ શેખ એ.સી. ચોરીને રવાડે ચડી ગયો હતો. દિવાળીપુરા સ્થિત એસ.બી.આઈ.ના એ.ટી.એમમાંથી ઇન્ડોર સ્પ્લિટ એસી તેમજ ઇસ્કોન મંદિર રોડ પરથી એસ.બી.આઈ. એ.ટી.એમ.માંથી ઇન્ડોર સ્પ્લિટ અને આઉટર યુનિટ સરફરાજે ચાંઉ કરી લીધાં હતાં.
પંખાની હવા ખાઈને કંટાળેલાં કોઈ બાતમીદારે એસી ચોરી પોતાના જીવને ટાઢક પહોંચાડતાં સરફરાજ અંગેની બાતમી ગોત્રી પોલીસને આપી હતી. અને સફેદ કલરની એવીએટર લઈને શુદ્ધ હવા ખાવા નિકળેલાં સરફરાજની હવા પોલીસે કાઢી નાંખી હતી.