- પ્રજાસત્તાક દિવસની રાત્રે રાજકોટના રૈયા રોડ સ્થિત ન્યારા પેટ્રોલ પંપર પર બનેલો બનાવ.
- જ્વલનશીલ પ્રવાહી શરીર પર છાંટી યુવકે દિવાસળી સળગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.
- યુવાન દિવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપના સ્ટાફે એને અટકાવી મોટી હોનારત ટાળી.
- 15 દિવસ અગાઉ શૌચાલયમાં વધુ વાર લગાડવાના મામલે પેટ્રોલપંપ સંચાલક દ્વારા માર મારવામાં આવ્યો હતો.
- પોલીસ ફરિયાદ લેવાને બદલે સમાધાન કરાવી રહી હોઈ, ન્યાય ન મળતાં યુવાને આત્મવિલોપનનો નિર્ણય કર્યો.
Mehulkumar Vyas. [9978918796]
રાજકોટ । નજીવા મુદ્દે પેટ્રોલપંપ સંચાલક દ્વારા માર મારવામાં આવ્યો હોવાથી ન્યાય માંગવા પોલીસ મથકના ધક્કા ખાઈને થાકેલા રાજકોટના મયૂર સોંદરવા નામના યુવકે પ્રજાસત્તાક દિવસની રાત્રે 10.51 વાગ્યાના સુમારે પેટ્રોલપંપ પર જઈ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પેટ્રોલપંપના સ્ટાફે એને રોકી લેતાં મોટી હોનારત ટળી હતી.
શહેરના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ પર બુધવારે રાત્રે 10.51 વાગ્યામાં એક યુવક જ્વલનશીલ પ્રવાહી ભરેલો કારબો લઈને ધસી આવ્યો હતો. પેટ્રોલપંપની ઓફિસ પાસે જઈ તેણે શરીર પર જ્વલનશીલ પ્રવાહી ઢોળ્યું હતું. અને તરત જ માચીસ કાઢી દિવાસળી સળગાવી પેટ્રોલપંપ પર જ સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવાન પોતાના શરીરને દિવાસળી ચાંપે એ પહેલાં જ પેટ્રોલપંપના સ્ટાફે દોડી જઈ તેને અટકાવ્યો હતો. સ્ટાફનો એક કર્મચારી તો જ્વલનશીલ પ્રવાહીમાં લપસી પડ્યો હતો.
પેટ્રોલપંપના સ્ટાફે સમચસૂયકતા દાખવીને યુવાનને આત્મવિલોપલ કરતાં રોક્યો હતો. જેને પગલે પેટ્રોલપંપ પર એક ભયંકર દુર્ઘટના ટળી હતી. બનાવ અંગે જાણ કરવામાં આવતાં દોડી આવેલી પોલીસે યુવાન મયુર સોંદરવાની અટકાયત કરી હતી.
પેટ્રોલપંપ પર આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરનાર મયૂર સોંદરવાએ આક્ષેપ કર્યો હતો કે, પંદરેક દિવસ અગાઉ પેટ્રોલ પુરાવા આવ્યો હતો. દરમિયાનમાં શૌચક્રિયા માટે ગયો હતો ત્યારે પથરીની બિમારીને કારણે શૌચાલયમાં વાર લાગી હતી. આ મુદ્દે પેટ્રોલપંપના સંચાલકે તેને માર માર્યો હતો. બનાવ અંગે અરજી આપવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી. ફરિયાદ લેવાને બદલે પોલીસે સમાધાન કરવા જણાવ્યું હતું. ન્યાય મળી રહ્યો ના હોવાથી આખરે મયૂરે પ્રજાસત્તાક દિવસે જ આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું.
જ્યારે પેટ્રોલપંપના સંચાલક કિરીટ પટેલનું કહેવું છે કે, અમે માર માર્યો નથી, યુવાને ગાળાગાળી કરતાં ઝપાઝપી થઈ હતી. અને એ વખતે પોલીસ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ, ત્યારે હોસ્પિટલ જવાનું બહાનું કાઢીને યુવાન જતો રહ્યો હતો. ઝપાઝપી વખતે યુવકે પોતે કેશુભાઈ પટેલનાં ભત્રીજાનો દિકરો હોવાનું કહ્યું હતું.
(આજનો Funrang જોક)
પકડું – ભાઈ ટાઈગર બહુ એકલું લાગે છે.
ટાઈગર – કેમ શું થયું?
પકડું – અરે યાર પહાડ પર જઈને બુમ પાડી કે, I LOVE YOU..
ટાઈગર – સરસ… તો શું થયું…
પકડું – પડઘા પડ્યા કે I HAVE A BOYFRIEND….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz