- મહિલાના ચોરેલા પર્સમાં તસ્કરોને ATM કાર્ડ અને પીન નંબરની ચીઠ્ઠી મળી
- અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં શાકભાજી ખરીદવા ગઈ હતી ત્યારે બે શખ્સોએ પર્સ તફડાવ્યું હતું.
- પર્સમાં ડોક્યુમેન્ટ્સ અને મત્તા ગુમાવ્યા બાદ જાણ થઈ કે બેન્ક એકાઉન્ટમાંથી 35 હજાર જતાં રહ્યાં.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । બે દિવસ અગાઉ નારણપુરા વિસ્તારમાં રોંગ સાઈડથી એક્ટિવા લઈને ધસી આવેલા બે શખ્સોએ મહિલાનું પર્સ તફડાવ્યું હતું. પર્સમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ, 60 હજારની કિંમતનો આઈફોન, એટીએમ કાર્ડ હતાં. મહિલાને કદાચ એટીએમનો પીન નંબર યાદ રહેતો નહીં હોય, એટલે એણે એટીએમનો પીન નંબર લખીને ચીઠ્ઠી પર્સમાં જ રાખી હતી. મહિલાની ભૂલને કારણે તસ્કરોને જાણે લોટરી લાગી હતી. અને તેઓએ 35 હજારનું ટ્રાન્ઝેક્શન કરી દીધું હતું. બનાવ અંગે ગુનો નોંધી નારણપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
નારણપુરા વિસ્તારમાં રહેતી મહાલ બે દિવસ અગાઉ ઓશિયા મોલમાં ગયા બાદ શાકભાજી ખરીદવા માટે પગપાળા જઈ રહ્યા હતાં. દરમિયાનમાં મોલ બાજુથી રોંગ સાઈડ પર એક્ટિવા લઈ ધસી આવેલા બે શખ્સોએ મહિલાના ખભા પર લટકતું પર્સ તફડાવ્યું હતું. પર્સ તફડાવ્યા બાદ તસ્કરોને એટીએમ કાર્ડ અને પીન નંબર મળી જતાં, તેઓએ સાંજે 35 હજાર ઉપાડ્યા હતાં. જે અંગેનો મેસેજ મહિલાના ભાઈના મોબાઇલ પર આવ્યો હતો. બનાવ અંગે નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ભાઈ ટાઈગર બહુ એકલું લાગે છે.
ટાઈગર – કેમ શું થયું?
પકડું – અરે યાર પહાડ પર જઈને બુમ પાડી કે, I LOVE YOU..
ટાઈગર – સરસ… તો શું થયું…
પકડું – પડઘા પડ્યા કે I HAVE A BOYFRIEND….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz