• માતાએ જ બપોરના સમયે ઇશારો કરી કિશોરીને ઘરમાં બોલાવી પુત્રને હવાલે કરી.
  • અડાજણ પોલીસે માતા – પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

Mehulkumar Vyas. [9978918796]

સુરત । માતાએ ઘરે બોલાવેલી કિશોરીને રૂમમાં લઈ જઈ દિકરાએ દુષ્કર્મ ગુજાર્યો અને ત્યારે માતાએ પહેરો ભર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈની દિકરીને દિકરાની વાસનાનો શિકાર બનાવવામાં માતાએ મદદગારી કરી હોય એવો આ અનન્ય કિસ્સાએ ભારે ચકચાર મચાવી છે.

એલ.પી. સવાણી રોડ પર આવેલા એસ.એમ.સી. આવારમાં રહેતો રવિ કહારને ઘર પાસે રહેતી કિશોરી ગમતી હતી. અવારનવાર રાજ લગ્નની લાલચ આપી કિશોરની ધમકાવતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. પુત્રના એકતરફી પ્રેમ અંગે જાણતી તેની માતા વનિતા કહારે ગત તા. 14મીની બપોરે કિશોરીને ઇશારો કરી ઘરમાં બોલાવી હતી.

કિશોરી ઘરમાં આવતાં જ માતાએ તેને પુત્ર રવિના હવાલે કરી દીધી હતી. રવિએ રૂમમાં લઈ જઈ કિશોરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન માતા દરવાજા પર પહેરો ભરીને ઉભી રહી હતી.

કિશોરીએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. જોકે, માતા – પુત્રએ કિશોરીના પરિવારજનોને માર મરાવાની ધમકી આપી હતી. જોકે, આખરે આ અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેને પગલે પોલીસે આરોપી માતા – પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(આજનો Funrang જોક)

પકડું – ભાઈ ટાઈગર બહુ એકલું લાગે છે.

ટાઈગર – કેમ શું થયું?

પકડું – અરે યાર પહાડ પર જઈને બુમ પાડી કે, I LOVE YOU..

ટાઈગર – સરસ… તો શું થયું…

પકડું – પડઘા પડ્યા કે I HAVE A BOYFRIEND….

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *