- Exeter University દ્વારા શિક્ષિકા ડૉ. એનેટ પ્લૉટને બૂમો પાડીને ભણાવતી હોવાના આક્ષેપે હાંકી કાઢી હતી.
- 59 વર્ષિય ડૉ. એનેટ છેલ્લાં 29 વર્ષોથી યુનિ.માં ફિઝિક્સની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી.
Mehulkumar Vyas. (9978918796)
Khantu Natu | UKની એક્સેટર યુનિવર્સિટી (Exeter University) મેનેજમેન્ટ દ્વારા બૂમો પાડીને ભણાવતાં હોવાનો આક્ષેપ કરી એક શિક્ષિકાને હાંકી કાઢવામાં આવી હતી. જેને પગલે શિક્ષિકાએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેમાં કોર્ટે શિક્ષિકાને રૂ. એક કરોડ વળતર પેટે આપવાનો ચુકાદો આપ્યો હતો.
59 વર્ષિય ડૉ. એનેટ પ્લૉટ છેલ્લાં 29 વર્ષોથી એક્સેટર યુનિવર્સિટીમાં ફિઝિક્સ વિષય ભણાવતી હતી. દરમિયાનમાં યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા ડૉ. એનેટ વિદ્યાર્થીઓને બૂમો પાડીને ભણાવતી હોવાનો આક્ષેપ કરી નોકરીમાંથી કાઢી મૂકી હતી. જેને પગલે ડૉ. એનેટે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
યુનિવર્સિટીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, શિક્ષિકાને બૂમો પાડીને ભણાવતી હોવાને લીધે નહીં પરંતુ પીએચડીના બે વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તૂણુંક કરવાને કારણે હાંકી કાઢવામાં આવી છે. જ્યારે ડૉ. એનેટનું કહેવું છે કે, તેમણે ન્યૂયોર્ક અને જર્મનીમાં પણ નોકરી કરી છે, પરંતુ, ત્યાં ક્યારેય આવી ફરિયાદ એમની સામે કરવામાં આવી નથી. અવાજ કુંદરતી રીતે જેવો છે એવો છે. જોકે, યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા અગાઉ બે વખત સસ્પેન્ડ કરવામાં આવતાં, તેઓ ડિપ્રેશન અને તાણ અનુભવી રહ્યાં છે. ડૉ. એનેટ ગમે તે સંજોગોમાં પોતાની નોકરી પરત મેળવવા માંગતી હતી.
ગત તા. 17 જાન્યુઆરીના રોજ આ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં ડૉ. એનેટને વળતર પેટે રૂ. 1 કરોડ ચૂકવવા યુનિવર્સિટી મેનેજમેન્ટને આદેશ કર્યો હતો. જોકે, આ મામલે પુનઃ અપીલ કરવાની તૈયારીઓ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
(Khantu Joke)
શિક્ષક – ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે?
વિદ્યાર્થી – ભાવના
શિક્ષક- હેં…!!?
વિદ્યાર્થી – હા, એમાં બધાં જ તણાઈ જાય છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg