• અમદાવાદના નરોડા વિસ્તારના બુટલેગર જીગ્નેશ પરમારે ત્રણ પોલીસ કર્મીઓ પર કર્યો હુમલો.
  • પોલીસ કર્મી બુટલેગરને સારી રીતે ઓળખતો હોય એમ જીગલા કહીને મારતા રોકવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
  • નવરંગપુરા પોલીસ મથકના રૂદ્રદત્તસિંહ સહિતના ત્રણ પોલીસ કર્મી નરોડામાં બુટલેગરના ભાઈને પકડવા ગયા હતાં.

Mehulkumar Vyas. [9978918796]

અમદાવાદ । બુટલેગરના ભાઈને પકડી પાડવા ગયેલા ત્રણ પોલીસ કર્મીઓ પર બુટલેગર સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેને પગલે પોલીસે જેનો માલ ખાધો એનો જ માર ખાધો? એવી ચર્ચા ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસની અમી દ્રષ્ટિ હેઠળ જ બુટલેગરો દારૂનો વેપલો કરતાં હોય છે.

મંગળવારના રોજ વાઈરલ થયેલાં વિડીયોમાં ત્રણ પોલીસ કર્મીઓને લાકડી વડે ફટકારવામાં આવતાં તેમજ દોડતાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રણ પૈકી એક પોલીસ કર્મી નવરંગપુરા પોલીસ મથકનો રૂદ્રદત્તસિંહ હોવાનું અને અન્ય બે પોલીસ કર્મીઓની ઓળખ જાહેર થઈ નથી.

નરોડા એસટી વર્કશોપ પાસે રહેતાં બુટલેગર જીગ્નેશ પરમારના ભાઈને ત્રણેય પોલીસ કર્મીઓ પકડી પાડવા ગયા હતાં. પોલીસે બુટલેગરના ભાઈને પકડતાં જ બુટલેગર સહિતના તેના સાગરીતોએ પહેલાં પત્થરમારો કર્યો હતો. અને ત્યારબાદ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પોલીસ કર્મીઓને ગાળો ભાંડવા સાથે મુક્કા મારવામાં આવ્યા હતાં.

પોલીસ કર્મી પણ જાણે બુટલેગરને સારી રીતે ઓળખતો હોય એમ જીગલા કહીને મારતાં રોકવાનો પ્રયાસ કરતો વિડીયોમાં જોવા મળે છે. તેમજ માર ખાઈને ભાગતી વખતે એક પોલીસ કર્મી ટુ-વ્હિલરચાલક પાસે લિફ્ટ માગીને ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યાં પણ બુટલેગર પહોંચીને પોલીસ કર્મીને દંડા વડે ફટકારતો જોવા મળે છે. બનાવ અંગે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનિય છે કે, નરોડા વિસ્તારમાં જ   પોલીસ કર્મી દ્વારા દેશી દારૂના ધંધાવાળાને પકડવામાં આવતાં, ભરણ આપું છું એમ કહી છોડી દેવાનું કહેતા બુટલેગરનો વિડીયો પણ તાજેતરમાં વાઈરલ થયો હતો.

(આજનો Funrang જોક)

ટાઈગર – ભાઈ ભારતની શોધ કોણે કરી હતી?

પકડું – કોણે?

ટાઈગર – મેં…. મને ક્લાસમાં ટીચરે નકશો બતાવી પુછ્યુ કે, ભારત ક્યાં છે… મેં જ શોધી બતાવ્યું હતું.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *