• સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ અને બાતમીને આધારે વાડી મોગલવાડા વિસ્તારના આરોપીને ઝડપી પાડતી રાવપુરા પોલીસ.
  • વધુ તપાસ માટે આરોપીને ડીસીબી બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યો.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । બે દિવસ અગાઉ માંજલપુર વિસ્તારના ભાજપી ધારાસભ્ય યોગેશ પટેલની ઇનોવા કારમાં મળસ્કે 3 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. પાર્ક કરાયેલી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તર્ક હિન અનુમાન વહેતું કરાયું હતું. જોકે, રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં કારમાં આગ લગાડનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપીએ કારમાં આગ શા માટે લગાડી એ અંગે હજી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.

ધારાસભ્ય યોગેશ પટેલના અમદાવાદી પોળ સ્થિત ઘર પાસે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાને કારણે તેઓની કાર જ્યુબિલીબાગ પોલીસ ચોકીની પાસે પાર્ક કરવામાં આવે છે. ગત ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં કારમાં આગ લાગી ગઈ હતી. લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે એ પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

બનાવ અંગે રાવપુરાના એ.એસ.આઈ. સલાઉદ્દીન અને અ.લો.ર. ભરતભાઈ દ્વારા જ્યુબિલીબાગ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતાં. જેમાં કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને એક શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સીસીટીવી ફૂટેજના બારીક નિરીક્ષણ અને બાતમીદારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીને આધારે રાવપુરા પોલીસે વાડી વિસ્તારના મોગલવાડા ખાતે દારૂવાલા મેન્શનમાં રહેતા 44 વર્ષિય મોહંમદઅનીલ મોહંમદહનીફ દારૂવાલાને ઝડપી પાડ્યો હતો.

હાલ આરોપીને વધુ તપાસ માટે ડીસીબી બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ વિગતો પ્રકાશમાં આવશે. શક્ય છે કે ધારાસભ્ય પર કોઈ કારણોસર નારાજ આરોપીએ નુકસાન પહોંચાડવાના ઇરાદે કારને આગ લગાડી હોય. જોકે, હાલના તબક્કે કયા ઇરાદે કારને આગ લગાડી એ વિગતો જાણવા મળતી નથી.

ધારાસભ્યની કારને આગ ચાંપનાર શખ્સને ઝડપી પાડવામાં ASI સલાઉદ્દીન, ASI રાજુભાઈ, ASI ઉદેસિહ, HC મુખ્તારઅહેમદ, HC સંદીપભાઈ, LRD ભરતકુમાર, LRD વિપુલભાઈ, LRD અજયભાઈ અને LRD આકાશભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(આજનો Funrang જોક)

ટાઈગર – કાલે મારો ભદા સાથે ઝગડો થઈ ગયો…

પકડું – પછી?

ટાઈગર – પછી શું… સ્હેજ વિચારીને જવા દીધો…

પકડું – શું વિચારીને છોડ્યો?

ટાઈગર – એજ કે, એ મારા કરતાં વધારે તાકાતવાળો છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *