- અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બનેલી ઘટના.
- ચાર બહેનોએ એકનો એક લાડકો રિયાન ગુમાવતું પરિવાર પર આભ તૂટ્યું.
- રિયાનનું અપહરણ કર્યા બાદ પકડાઈ જવાની બીકે હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । તાજેતરમાં દાણીલીમડા વિસ્તારનો એક પાંચ વર્ષિય બાળક રિયાન શેખ ગૂમ થઈ ગયો હતો. ત્યારબાદ તેની લાશ ચાંગોદર પાસે કેનાલમાંથી મળી આવી હતી. બનાવ અંગે તપાસ કરતાં દાણીલીમડા પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, પત્ની સાથે થયેલાં કંકાશને કારણે ઉશ્કેરાયેલા પતિએ માસૂમ સાળાનું અપહરણ કર્યું હતું. અને બાદમાં પકડાઈ જવાની બીકે તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના દાણીલીમડા પાસે રહેતાં શેખ પરિવારમાં ચાર દિકરીઓ વચ્ચે એકનો એક લાકડો 5 વર્ષિય દિકરો રિયાન શેખ ગાયબ થઈ ગયો હતો. લાડકો પુત્ર ગાયબ થઈ ગયો હોવાથી પરિવારજનો ભારે ચિંતિત થઈ ગયા હતાં. બનાવ અંગે પોલીસને જાણ કરવા સાથે બાળકને શોધવા ઇનામની જાહેરાત કરતાં પોસ્ટર્સ લગાડવામાં આવ્યા હતાં.
દરમિયાનમાં ચાંગોદર વિસ્તારમાં આવેલી કેનાલમાંથી રિયાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એ અંગે જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રિયાનના મૃત્યુ કેસ અંગે દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરતાં આઘાતજનક બાબતો સામે આવી હતી.
રિયાનની એક પરિણીત બહેન અને તેના પતિ વચ્ચે પારીવારીક બાબતો અંગે ઝગડો ચાલી રહ્યો હતો. તાજેતરમાં પતિ – પત્ની વચ્ચે ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો. જેને પગલે પતિએ માસૂમ સાળાનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.
જમાઈએ સાસરીયાઓ માટે જમ (યમરાજ) બનવાનો પ્લાન ઘડ્યો અને સૌ પ્રથમ તેણે રિયાનનું અપહરણ કર્યું હતું. જોકે, બાદમાં રીયાનની ભારે શોધખોળ શરૂ થતાં પકડાઈ જવાની બીકે જમાઈએ માસૂમ સાળાને મોતના મુખમાં ધકેલી દીધો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – કાલે મારો ભદા સાથે ઝગડો થઈ ગયો…
પકડું – પછી?
ટાઈગર – પછી શું… સ્હેજ વિચારીને જવા દીધો…
પકડું – શું વિચારીને છોડ્યો?
ટાઈગર – એજ કે, એ મારા કરતાં વધારે તાકાતવાળો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz