• ભગવાન રામે પિતા દશતનું તર્પણ કર્યું હોવા સાથે જોડાયેલી લોકવાયકા.
  • પોષ વદ એકાદશીએ કાનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માનતાં રાખનારા ચઢાવે છે જીવતા કરચલાં.
  • તાપી નદીના કિનારે તર્પણ વિધી કરવાનું અનન્ય માહાત્મ્ય.

Mehulkumar Vyas. [9978918796]

સુરત । ઉમરા ગામમાં તાપી નદીને કાંઠે આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં દાદાના શિવલિંગ પર જીવતાં કરચલા ચઢાવવાની પરંપરા છે. શુક્રવારે પોષ વદી એકાદશીએ કાનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માનતાં રાખનારાઓએ શિવલિંગ પર કરચલાં ચઢાવી માનતાં પુરી કરી હતી.

લોકવાયકા અનુસાર, ભગવાન રામે તાપી કિનારે પિતા દશરથનું તર્પણ કરવા માટે નદીમાં તીર મારીને શિવલિંગની ઉત્પત્તિ કરી હતી. શિવલિંગ પ્રગટ થતાં જ ભગવાન ઘેલા થઈ ગયા હતાં. અને તેથી જ રામનાથ ઘેલા મહાદેવ તરીકે ઉમરા ગામનું મંદિર જાણીતું છે. ભગવાન રામે જે દિવસે રામનાથ ઘેલા મહાદેવની સ્થાપના કરી એ પોષ વદી એકાદશી હતી. તેથી આ દિવસે રામનાથ ઘેલા મહાદેવના દર્શનનું અત્યાધિક મહત્વ છે.

ગઈકાલે તા. 28 જાન્યુઆરીને શુક્રવારના રોજ પોષ વદી એકાદશી નિમિત્તે રામનાથ ઘેલા મહાદેવ મંદિર ખાતે સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારજનોને કાનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો, તેમાંથી છૂટકારો મેળવવા માટે લોકો રામનાથ ઘેલા મહાદેવને જીવતાં કરચલા ચઢાવવાની માનતાં રાખતાં હોય છે. અને માનતા પુરી કરવા તેઓ પોષ વદી એકાદશીએ આવતાં હોય છે.

ગઈકાલે વહેલી સવારથી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટવાના શરૂ થઈ ગયા હતાં. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક શિવલિંગ પર જીવતાં કરચલા ચઢાવીને માનતા પુરી કરી હતી. ઉમરા ગામમાં તાપી કિનારે પિતૃ તર્પણ કરવાનું પણ અધિક માહાત્મ્ય છે. લોકો તર્પણ કરાવવા માટે ખાસ અહીં આવતાં હોય છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – કાલે મારો ભદા સાથે ઝગડો થઈ ગયો…

પકડું – પછી?

ટાઈગર – પછી શું… સ્હેજ વિચારીને જવા દીધો…

પકડું – શું વિચારીને છોડ્યો?

ટાઈગર – એજ કે, એ મારા કરતાં વધારે તાકાતવાળો છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *