- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને જતાં રોકવા ગેટ પર તાળું મરાવવામાં આવ્યું.
- પટાવાળો હાથ જોડીને શિક્ષકોને “મન કી બાત” સાંભળવા અંદર મોકલતો રહ્યો.
- મેયર કેયૂર રોકડીયા રેંટિયો કાંતવા ગયા પણ તાર તૂટતાં જ રહ્યાં.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખંડેરાવ માર્કેટ સ્થિત શ્રી ગોવિંદરાય મહારાજ મધ્યવર્તી સ્કૂલ ખાતે આયોજિત પ્રાર્થના સભા અને રેંટિયો કાંતણ કાર્યક્રમમાં ઘણાં શિક્ષકોને મન વગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “મન કી બાત” સાંભળવી પડી હતી. રવિવારના દિવસે “મન કી બાત” સાંભળ્યા વગર નિકળી જવા માંગતા શિક્ષકોને રોકવા માટે સત્તાધારીઓએ ગેટ પર તાળું મરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, રેંટિયો કાંતણ કાર્યક્રમમાં મેયર કેયૂર રોકડિયાના તાર અનેક વાર તૂટતાં રહ્યા હતાં. તેમજ મેયર મહાત્માની શ્રદ્ધાંજલી અર્પણ થાય તે પૂર્વે રવાના થઈ ગયા હતાં.
મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખંડેરાવ મા4કેટ પાસે આવેલી શ્રી ગોવિંદરાય મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે સવારે 11 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેટિંયો કાંત્યા બાદ મહાત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “મન કી બાત”નું લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કરાયું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, વડોદરાના મેયર કેયૂર રોકડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. રેંટિયો કાંતવામાં મોટાભાગના મહાનુભાવો ગોથા ખાતાં જોવા મળ્યા હતાં. મેયર કેયુર રોકડીયાએ પણ રેંટિયો કાંતીને મહાત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તાર તૂટવાને કારણે એમના પ્રયાસમાં પણ વારંવાર વિઘ્નો આવ્યા હતાં.
રેટિંયો કાંત્યા બાદ મહાત્મા ગાંધીજીના માનમાં બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવાને બદલે મેયરે ત્યાંથી નિકળી ગયા હતાં. જે બાબતે શિક્ષકોમાં ગણગણાટ શરૂ થયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મૌન શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ કેટલાંક શિક્ષકોએ પ્રધાનમંત્રીની “મન કી બાત” સાંભળવામાંથી નિકળી જવાનો પ્રયાસ કર્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે શિક્ષકો નિકળી રહ્યાં છે. એટલે તેઓને તાળાંબંધી કરાવી “મન કી બાત” સાંભળવી પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા અલગ અલગ વાતે ગેટ ખોલવા વિનંતી કરવામાં આવતાં, પટાવાળાએ હાથ જોડીને વિનંતી કરવી પડી હતી.
“મન કી બાત” કાર્યક્રમ સાંભળવાથી વંચિત રહેલા પટાવાળાને જવા માંગતા શિક્ષકોએ ‘દવા લેવા જવું છે’, અથવા તો ‘ઘરે ઇમર્જન્સી આવી છે’ એવી પોતાના મનની વાત કરી હતી. પરંતુ, પદાધિકારીઓના આદેશથી બંધાયેલા પટાવાળાએ ના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “મન કી બાત” સાંભળી કે ના તો શિક્ષકોના મનની વાત. જોકે, પ્રધાનમંત્રીનો “મન કી બાત” કાર્યક્રમ પૂરો થયા બાદ શિક્ષકોને જવા દેવામાં આવ્યા હતાં.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, એક વાત નથી સમજાતી…
પકડું – બસ એક જ… પણ કઈ?
ટાઈગર – લગ્નમાં સાળીઓ મોજડી ચોરે એવો રીવાજ હોય છે…. ખબર નહીં, મંદિરમાં કોણ આ રિવાજ નિભાવે છે.
પકડું – અજાણ્યા સાળાઓ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz