- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
રાજકારણીઓના રાષ્ટ્રવાદ અંગેના વિચારો પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક નેતા બીજાને કહી રહ્યો છે કે, હું રાષ્ટ્રવાદી છું પણ મારા બાળકોને વિદેશમાં સ્થાયી કરવાની ઈચ્છા છે… તમને તો ખબર જ હશે કે એનઆરઆઈ લોકો સારા રાષ્ટ્રવાદી હોય છે!
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ભારતીય જનતા પાર્ટીના ભંડોળમાં થયેલાં વધારા પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ભાજપના જે.પી. નડ્ડા અર્થતંત્રને ઉપર જતું બતાવી રહ્યા છે જ્યારે સામાન્ય ગરીબ માણસ અર્થતંત્ર નીચે જતું હોવાનું ચિત્ર લઈને ઉભો છે અને કહી રહ્યો છે કે, પક્ષને મળતાં ભેડોળના આધારે દેશના અર્થતંત્રની સ્થિતિ નક્કી થતી નથી, આશા છે તમને એનો તો ખ્યાલ હશે જ!
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન
છેલ્લાં કેટલાંક સમયથી મહાત્મા ગાંધીજીનું કરવામાં આવતું અપમાન અને મહાત્મા નિર્વાણ દિવસે બનેલી ઘટનાઓ પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગાંધીજીની પ્રતિમા પર કહેવાતા ‘ગાંધી ભક્તો’ પીઠમાં ખંજર ભોંકી રહ્યા છે જ્યારે ‘ગાંધી વિરોધીઓ’ છાતીમાં.
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
(આજનો Funrang જોક)
પકડું – જીવનમાં કેટલાંક લોકો આદુ જેવા હોય છે.
ટાઈગર – એટલે સમજાયું નહીં… આદુ જેવા એટલે?
પકડું – એને ટીપીએ પછી જ કામમાં આવે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj