• એક વર્ષ અગાઉ કલોલના છત્રાલ ખાતેથી સગીરાનું અપહરણ થયું હતું.
  • પ્રેમીએ મિત્રની મદદથી સગીરાને કડી પાસે નર્મદા કેનાલમાં ફેંકી કાસળ કાઢ્યું હતું.
  • મુંબઈથી હત્યારા પ્રેમી જય કિશન ચૌહાણને ઝડપી પાડતી પોલીસ.

Mehulkumar Vyas. [9978918796]

ગાંધીનગર । એક વર્ષ અગાઉ કલોલના છત્રાલની સગીરાના અપહરણ કેસમાં પરણિત પ્રેમીએ જ મિત્ર સાથે મળી હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. સગીરા દ્વારા પરણીત પ્રેમીને બ્લેકમેઈલ કરવામાં આવતો હોવાથી તેણે આ કૃત્ય આચર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે મુંબઈથી હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ચ 2020માં અમદાવાદ જિલ્લાના એક ગામમાં રહેતી સગીરાનું કલોલ તાલુકાના છત્રાલ પાસેથી અપહરણ થયું હતું. આ મામલે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં કડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. અને મામલો હત્યાનો હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ અંગેની તપાસ ગાંધીનગર એસઓજીને સોંપવામાં આવી હતી. એસ.ઓ.જી. પી.આઈ. સચિન પવાર સહિતની ટીમને ટેક્નિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું કે, અપહ્યત સગીરાને જય ઉર્ફે જયકિશન ઉર્ફે જેકી મનો ચૌહાણ સાથે પ્રેમસંબંધો હતાં. જેથી પોલીસે તેના પર વૉચ રાખી હતી.

મૂળ જામનગર જિલ્લાના થાવરિયાનો રહેવાસી જય કિશન ચૌહાણ હાલ મુંબઈ ખાતે મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરી રહ્યો હોવાથી એસઓજીની ટીમે મુંબઈથી તેને ઝડપી પાડ્યો હતો. ગાંધીનગર લાવીને પુછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું કે, પત્નીની બહેનપણી મારફતે તેની સગીરા સાથે મુલાકાત થઈ હતી. તેઓની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ તેણે સગીરા સાથે અંગતપળો વિતાવી હતી.

અંગતપળોનો વિડીયો પત્નીને બતાવી દેવાની અને વિડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપી સગીરા દ્વારા નાણાંની માંગણી કરવામાં આવતી હતી. સગીરા દ્વારા કરાતાં બ્લેકમેઇલિંગથી ત્રસ્ત થઈને જય કિશને તેનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

જય ચૌહાણે સગીરાને છત્રાલ મળવા માટે બોલાવી હતી અને ત્યાં મુંબઈના વસઈ નાલાસોપારા ખાતે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની મનોજ જયસ્વાલની મદદથી અપહરણને અંજામ આપ્યો હતો. અપહરણ કર્યા બાદ સગીરાને કારમાં કડીના લુણાસન પાસે આવેલી કેનાલ પાસે લઈ જવામાં આવી હતી. ત્યાં સગીરાની હત્યા કરી જય ચૌહાણ અને મનોજ જયસ્વાલ નાસી છૂટ્યા હતાં.

પોલીસને અને પરિવારજનોને ગુમરાહ કરવા અને સગીરા જીતવી હોવાનો આભાસ ઉભો કરવા જય ચૌહાણે ડમી સીમકાર્ડનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ માધ્યમથી મેસેજ મોકલ્યા હતાં. તેથી શરૂઆતમાં સગીરાનું માત્ર અપહરણ થયું હોવાનું જ માનવામાં આવતું હતું. જોકે, સગીરાની લાશ મળ્યા બાદ મામલો હત્યાનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, જયકિશન ચૌહાણ સામે ગાંધીનગર, મહારાષ્ટ્ર, અમદાવાદ સહિત વિવિધ પોલીસ મથકોમાં આર્મ્સ એક્ટ, દારૂની હેરાફેરી, હનીટ્રેપ વગેરે ગુનાઓ નોંધાયેલા છે.

(આજનો Funrang જોક)

પકડું – જીવનમાં કેટલાંક લોકો આદુ જેવા હોય છે.

ટાઈગર – એટલે સમજાયું નહીં… આદુ જેવા એટલે?

પકડું – એને ટીપીએ પછી જ કામમાં આવે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *