- સોશિયલ મિડીયા પર વિધર્મીઓની ધાર્મિક લાગણી દુભાય તેવો વિડીયો મુકાવાનો મામલો.
- પોલીસ ફરિયાદ થતાં પોલીસે વિડીયો ડિલીટ કરાવી દીધો હતો.
- રામજી મંદિર પાસે 21થી વધુ વિધર્મીઓ દ્વારા યુવાનોને માર મારવામાં આવ્યો.
- સોશિયલ મિડીયા પર ધાર્મિક લાગણી દુભાય નહીં તેવી પોસ્ટ ના મુકવા પોલીસની અપીલ.
Mehulkumar Vyas. [9978918796]
છોટાઉદેપુર । હાલ રાજ્યમાં કિશન ભરવાડ હત્યા કેસને પગલે ભારે ઉત્તેજના વ્યાપેલી છે. ત્યારે છોટાઉદેપુરની મધ્યમાં આવેલા રામજી મંદિર પાસે ગત સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે એકઠાં થયેલાં ચાર જેટલાં હિન્દુ યુવાનો પર 21 જેટલાં વિધર્મીઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી, શાંતિમાં પલીતો ના ચંપાય તેવા પગલાં લીધા છે.
છોટાઉદેપુરના યુવક દ્વારા મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની સામે મુસ્લિમ સમાજના કેટલાંક વ્યક્તિઓએ પોલીસને જાણ કરતાં, પોલીસે વિડીયો ડિલીટ કરાવી નાંખ્યો હતો.
દરમિયાનમાં ગઈકાલે સાંજે કિશન ભરવાડને શ્રદ્ધાંજલી આપવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવાના આશયથી રાજુભાઈ માધુભાઈ રાઠવા, રાહુલભાઈ ગણેશભાઈ ભોઈ, સ્મિતસિંહ કિશોરસિંહ ચૌહાણ, આકાશભાઈ સતિષભાઈ ચૌહાણ સહિતના યુવાનો એકઠા થયા હતાં. દરમિયાનમાં 21 જેટલાં વિધર્મી યુવાનોનું ટોળું મારક હથિયાર સાથે ત્યાં ધસી આવ્યું હતું. અને રામજી મંદિરની બહાર જ યુવાનો સાથે ઝગડો કરી માર માર્યો હતો.
લોખંડની પાઈપથી અનિસ મકરાણીએ હુમલો કરતાં રાજુ રાઠવાને ફટકા માર્યા હતાં. તેમજ અન્ય લોકોએ ગડદા પાટુનો માર માર્યો હતો. તો જીસાન મણિયારે લોખંડની પાઈપ મારતા રાહુલને માથામાં ઇજા પહોંચી હતી. ચારેય યુવાનો પર હુમલો કરવા સાથે તેઓને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
બનાવ અંગે રાજુ રાઠવાએ મકરાણી જીસાન, મુસ્તકીમ ચૌહાણ, અનસ મકરાણી, નવાઝ મકરાણી, સદ્દામ, મોઇન, અફાઝ, સોહિલ, સૈયદ, લાલીયો સાઢલી, સારીક ગાંડીયો, ઇમરાન સેંગલા, આશલો મેમણ, નવાઝ મકરાણી, રફીક લુલી, યમન મોશીન મહમદ, ખન્ના કલર વાળા નો છોકરો, આરીફ, જિલ્લાની ખાટકી, બીજા અન્ય 20 જેટલા માણસો ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 21 જેટલા વ્યક્તિઓ સામે ઇપીકો કલમ 143,147,149, 153,323, 324, 294, (ખ) 120(બી) 506(2) 114 જી પી એક્ટ, કલમ 135 (1) તથા એટ્રોસીટી એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે બીજા ધર્મની લાગણી દુભાય તેવા વિડીયો સોશિયલ મિડીયામાં મુકવામાં આવતાં તે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે વિડીયો ડિલીટ કરાવી દીધો હતો. પરંતુ, કેટલાંક અસમાજિક તત્વોએ મારા મારી કરી હતી. જેને પગલે વિડીયો અપલોડ કરનાર અને મારા મારી કરનાર બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ટોળામાં મારવા ગયેલાં કેટલાંક લોકોની ધરપકડ કરવાની બાકી છે. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જાહેર જનતાને અપીલ છે કે, આ પ્રકારની કોઈપણ પોસ્ટ સોશિયલ મિડીયા પર કરવી નહીં.
(આજનો Funrang જોક)
પકડું – જીવનમાં કેટલાંક લોકો આદુ જેવા હોય છે.
ટાઈગર – એટલે સમજાયું નહીં… આદુ જેવા એટલે?
પકડું – એને ટીપીએ પછી જ કામમાં આવે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz