FunVarta । વાત એક ગામની છે, જેના ગ્રામજનો બે તોફાની ભાઈઓને કારણે હેરાન પરેશાન હતું. આ બે ભાઈઓની ધમાલથી એની માતા પણ કંટાળી ગઈ હતી. પણ કોઈ રસ્તો મળતો નહોતો. બંને ભાઈઓના તોફાનો કેમેય ઓછા થતાં નહોતાં.
એક દિવસ ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ મહિલાના ઘરે આવ્યું… બધાંએ હાથ જોડીને વિનંતી કરી કે, આ બંને છોકરાંઓને ગામની પાદરે આવેલાં સાધુ પાસે લઈ જવામાં આવે. તેજસ્વી સાધુ સાથે સંવાદ કરવાથી બાળકોમાં સદબુદ્ધિનો સંચાર થશે.
માતાએ પ્રતિનિધિ મંડળની વાત માની લીધી… સૌ પ્રથમ એ એકલી સાધુ મહારાજને મળવા ગઈ. બાળકોના તોફાનથી હેરાન માતાએ સાધુ મહારાજને વંદન કર્યા અને પોતાની સમસ્યા જણાવી. એટલે સાધુ મહારાજે કહ્યું, દિકરી તું ભગવાનને ઓળખે છે? મહિલાએ હકારમાં માથું હલાવ્યું. તો સાધુએ કહ્યું બોલ ક્યાં છે ભગવાન?
મહિલાએ કહ્યું કણે કણમાં છે… તમારામાં છે મારામાં છે… સર્વત્ર છે… સાધુએ કહ્યું બસ તો એ ભગવાન પર જ ભરોસો રાખ… તારા બંને સંતાનોને વારાફરથી લઈ આવ… હું એમને સમજાવીશ..
સાધુ મહારાજની પ્રેમાળવાણી સાંભળીને મહિલા તો દોડી ઘર તરફ, ફળિયામાં જ આઠ વર્ષનો નાનો દિકરો રમતો દેખાયો… એ એને લઈને પહોંચી સાધુ મહારાજ પાસે. સાધુ મહારાજે બાળકને એમની મઢુલીમાં બેસાડી માતાને બહાર ઉભા રહેવા જણાવ્યું…
સાધુએ બાળકને પુછ્યું – દિકરા, તુ ભગવાનને ઓળખે છે? બાળક ટેન્શનમાં આવી ગયો… શું કહેવું એ સમજાયું નહીં. એ ચૂપચાપ સાધુની દાઢીમાં કેટલાં સફેદ વાળ છે એ ગણતો બેસી રહ્યો. થોડીવારે સાધુએ પુછ્યું, દિકરા બોલ ભગવાન ક્યાં છે? છોકરો કંઈ ના બોલ્યો..
સાધુએ પાંચ સાત વખત પુછ્યું પણ બાળકે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. એટલે અકળાઈ ગયેલાં સાધુ મહારાજે તાડુકીને પુછ્યું કે બોલ ભગવાન ક્યાં છે? આ સાંભળતાં જ છોકરો ઉભો થઈને મઢુલી બહાર દોડ્યો.. દોડતો ઘરે પહોંચ્યો અને પલંગની નીચે સંતાઈ ગયો.
એના મોટાભાઈએ પુછ્યું ત્યાં કેમ સંતાયો છે. ત્યારે નાનાભાઈએ કહ્યું, મોટાભાઈ સંતાઈ જા, આ વખતે નહીં બચીએ…
મોટાભાઈએ પુછ્યું કેમ શું થયું?
નાનોભાઈ બોલ્યો – આ વખતે મોટી મુસીબતમાં ફસાયા છીએ… ભગવાન ક્યાંક ખોવાઈ ગયા છે અને સાધુ મહારાજને લાગે છે કે એમાં આપણો હાથ છે.
(આજનો Funrang જોક)
(પકડુંએ હિમ્મત કરી ગર્લફ્રેન્ડ પાક્કીના ઘરે માંગુ નાંખવાનો વિચાર કર્યો. ટાઈગરને સાથે લઈને પહોંચી ગયો સીધો એના ઘરે)
પકડું (પાક્કીના પપ્પાને) – મારે તમારી છોકરી સાથે લગ્ન કરવા છે…
પાક્કીના પપ્પા – અરે પણ અમારી છોકરી તો હજી ભણે છે…
ટાઈગર – કશો વાંધો નહીં, એ ભણી લે ત્યાં સુધી ચા – નાસ્તો કરાવો… અમે એકાદ કલાક તો બેસવાના જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz