• વડોદરા શહેર પોલીસ ઝોન – 3 હેઠળના ચાર પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા અંગ્રેજી દારૂના જથ્થાનો નાશ.
  • સૌથી વધુ દારૂ માંજલપુર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો. સૌથી ઓછો વાડી વિસ્તારમાંથી.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । આજ રોજ વડોદરા પોલીસ તંત્ર દ્વારા ચિખોદરા ગામની સીમમાં રૂપિયા 1.07 કરોડની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ઝોન – 3 વિસ્તારમાં આવતાં પાણીગેટ પોલીસ મથક, વાડી પોલીસ મથક, મકરપુરા પોલીસ મથક અને માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાનો કોર્ટમાંથી મંજુંરી મેળવીને નાશ કરવામાં આવ્યો હતો. ચિખોદરા ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનમાં ગ્રામ પંચાયતની મંજૂરી સાથે 60 હજાર બોટલના જથ્થા પર બુટડોઝર ફેરવી દેવડાવાયું હતું.

એસ.ડી.એમ. ડી.બી.મકવાણા, મ.પો.કમિ. એસ.બી. કુંપાવત, એફ ડિવિઝન મ.પો.કમિ. જી.ડી. પલસાણા, નશાબંધી અને આબકારી ઇન્સ્પેક્ટર બી.એસ.તડવી તેમજ ચારેય પોલીસ મથકના પી.આઈ. સહિતના સ્ટાફની હાજરીમાં કરાયેલી કામગીરીની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.

કયા પોલીસ મથકનો કેટલા દારૂના જથ્થાનો નાશ કરાયો?

ક્રમ પોલીસ મથક બોટલની સંખ્યા કિંમત રૂપિયા
1 વાડી 2408 7,54,905
2 પાણીગેટ 16629 27,01,860
3 મકરપુરા 13800 21,78,430
4 માંજલપુર 27166 50,79,075
કુલ 60,003 1,07,14,270

(આજનો Funrang જોક)

ટાઈગર એટીએમની બહાર ફૂટપાથ પર ઉભો હતો. ત્યાં એક ઘરડા કાકા આવ્યા.

કાકા – બેટા, મારું બેલેન્સ ચેક કરી આપને…

ટાઈગરે કાકાને ધક્કો મારી દીધો, કાકા પડી ગયા…

ટાઈગર – તમારું બેલેન્સ બરોબર નથી… ડૉક્ટરને બતાવો.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *