➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – ત્રીજ
➡ આજની ચંદ્ર રાશિ – કુંભ
મેષ (અ,લ,ઈ)
આજે આપને વિવિધ મુશ્કેલીઓનો અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે, જેને કારણે મૂંઝવણ અનુભવી શકો છો. વેપારમાં લાભ પ્રાપ્ત થવાના યોગ. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. કોઈ જૂનો મિત્ર આપને સંપર્ક કરી શકે છે.
વૃષભ (બ,વ,ઉ)
આજે પડવા વાગવાનો યોગ છે માટે સાવધાની રાખશો. આજે આત્મવિશ્વાસ ડગમગી શકે છે. વિવાદીત મુદ્દાઓની ચર્ચામાં પડવું નહીં. કરીયાણાની ખરીદી બાબતે જીવનસાથી સાથે ચકમક થઈ શકે છે. આજે મનમરજીનું કામ કરી શકશો.
મિથુન (ક,છ,ધ)
આજે આપની ઉર્જા અધિક રહેશે. ભાઈ – બહેન આપની પાસે નાણાં માંગી શકે છે. પરિવારજનો અને બાળકો સાથે સારો સમય વિતાવી શકશો. આજે રચનાત્મક વિચારો નહીં આવવાને કારણે નિર્ણય લેવાનું ટાળવું. દિવસ મધ્યમ રહી શકે છે.
કર્ક (ડ,હ)
આજે સ્પષ્ટવાદી બનીને નિર્ણય લેવાની વૃત્તિને કારણે પરિણામો ભોગવવા તૈયાર રહેશો. ઘરને લગતું રોકાણ ફાયદાકારક રહી શકે છે. નાણાં કમાવવા માટે નવા વિચારોનો આસરો લેશો. પોતાની ભૂલોનો સ્વિકાર કરી લેશો તો વિવાદથી બચશો.
સિંહ (મ,ટ)
આજે જે લોકો આપના સમયને વેડફતાં હોય એવાં લોકોથી દૂર રહેવું. જીવન એક નવા મોડ પર આવી શકે છે. પોતાની ક્ષમતાઓ અને ભવિષ્યની યોજનાઓ પર પુનઃ વિચાર કરવાનો દિવસ છે. જીવનસાથી તરફથી સારી હૂંફ પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ)
આજે કોઈ નવી બાબત શિખવા માટે મગજ કસવું જરૂરી છે. પરિવારમાં કોઈ સભ્યની બિમારીને કારણે ટેન્શન થઈ શકે છે. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. પ્રિયજનની જૂની ભૂલોને માફ કરીને સંબંધની ખટાશ દૂર કરી શકશો. દિવસ મધ્યમ.
તુલા (ર,ત)
આજે સ્મિત કરીને દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો. ભાઈ ભાડુંની મદદથી ધન લાભ થવાની શક્યતા. આપના ક્ષેત્રમાં લાભ થવાની શક્યતા. આજે એકાંતમાં સમય વ્યતિત કરવાનું પસંદ કરશો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કોઈ દૈવી પુરુષની સાથે સંપર્ક થવાના યોગ છે. બાળકોના અભ્યાસ બાબતે ચિંતા રહે અથવા ખર્ચ કરવો પીડ શકે છે. ઘરે મહેમાનો આવી શકે છે. કોઈ સારું વાંચન આજે કરી શકશો. જીવનસાથી સાથે મનની વાત કરી શકશો.
ધન (ભ,ફ,ઢ,ધ)
જૂની યોજનાઓની સફળતાને કારણે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. માતા – પિતાના સ્વાસ્થ્ય પર ખર્ચો થવાની શક્યતા. લોકોની સાથે સારી રીતે કમ્યુનિકેશન નહીં કરી શકવાને કારણે તકલીફ થઈ શકે છે. કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં.
મકર (ખ,જ)
આજે વ્યસ્ત દિનચર્યા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણમાં નફો પ્રાપ્ત થઈ શકે છે. આજે લોકોને પ્રભાવિત કરી શકશો. નશાકારક વસ્તુઓની પરેજી પાળશો. મહત્વપૂર્ણ વ્યાપારીક સોદા કરતી વખતે બીજાની વાત માનવી નહીં.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે કોઈ બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ખર્ચ કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સકારાત્મક બદલાવ આવી શકે છે. આજે જૂના કામો પૂરા કરવામાં સમય વિતાવી શકો છો. દિવસ મધ્યમ રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. અટકેલા કામો પૂરા કરવાથી લાભ પ્રાપ્ત થાય. આપની બેજવાબદારીને કારણે માતા – પિતાનો ઠપકો સાંભળવો પડી શકે છે. કોઈની સાથે ઝગડો કરવો નહીં, નહીંતર તમારો મૂડ ખરાબ થઈ શકે છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya