• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કંઈ ખાસ ના કરનાર કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં ભગવાધારી નેતા મિડીયાકર્મી સાથેની વાતમાં બજેટને ગરીબલક્ષી હોવાનું ઠેરવવા માટે કહી રહ્યાં છે કે, મારા બધા બજેટ ગરીબો માટે જ છે… અને અમે અમારા પ્રયત્નોમાં સફળ થયા છે, તમને તો ખબર જ છે કે દેશમાં ગરીબોનો આંકડો સતત વધી રહ્યો છે!

સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન

ભવિષ્યલક્ષી બજેટ બનાવીને કેન્દ્ર સરકાર વર્તમાનમાં પ્રજાને પડી રહેલી આપદાઓ નજર અંદાજ કરી રહી છે એ વાત પર વ્યંગ કરતાં કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, ભગવાધારી નેતા ઇન્ટર્વ્યૂ આપી રહ્યા છે ત્યારે બીજા પક્ષમાં ચર્ચા ઉઠી છે કે, ભવિષ્યમાં કંઈક મેળવવા માટે તેઓ વર્તમાનમાં દાવો કરી રહ્યા છે કે, તેમને ભૂતકાળમાં ખૂબ જ મોટેપાયે સમર્થન મળતું હતું.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન

બજેટ 2022 અંગે કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગરીબ – મધ્યમ વર્ગનો વ્યક્તિ મનમાં પોતાની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વિચાર કરી રહ્યો છે કે, રૂપીયો જશે ક્યાં એ તો મને ખબર જ હોય છે… પણ, આવશે ક્યાંથી એ કાયમ મોટો સવાલ હોય છે!

દિવ્ય ભાસ્કર – લહરીનું ન્યૂઝ કાર્ટૂન

ડિજીટલ કરન્સી અંગે સરકારના વલણ અંગે વ્યંગ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ન્યૂઝપેપરમાં ડિજીટલ કરન્સીના ન્યૂઝ વાંચીને એક વડીલના મનમાં પ્રશ્ન થાય છે કે, આ લોકો ડિજિટલ એમએલએ પણ લઈ આવશે કે શું??

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.

અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)

ટાઈગર – સોરી…

છોકરી – આંધળો છે દેખાતું નથી..

(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)

છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…

છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…

ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *