- પિતા મજૂરી કામે ગયા હતાં અને બે સંતાનો દાદીના આશરે છોડી ગયા હતાં.
- ખેડબ્રહ્માના રબારીવાસમાં બનેલી કમકમાટીભરી ઘટના.
Mehulkumar Vyas. [9978918796]
ખેડબ્રહ્મા । દેખરેખ રાખવાનો કંટાળો આવતો હોઈ દાદીએ દોઢ વર્ષના પુત્રને જમીન પર પછાડી પછાડીને મારી નાંખ્યો હતો. જ્યારે 4 વર્ષના પૌત્રને પણ માર માર્યો હતો. કમકમાટીભરી ઘટનાને પગલે દાદી પર ફીટકાર વરસાવ્યો હતો.
ખેડબ્રહ્માના રબારીવારમાં રહેતાં મુકેશભાઈ ઉદાજી ઠાકોરની પત્ની પિયર જતી રહી હતી. જેને પગલે મુકેશભાઈ 4 વર્ષિય ઋત્વિક અને દોઢ વર્ષિય શૈલેષને પોતાની માતા ચંદ્રીકાબહેનની પાસે મુકી મજુરીએ જતી હતી. છેલ્લાં કેટલાંક સમયથી બાળકો સાચવી સાચવીને દાદી ચંદ્રીકાબહેન કંટાળી ગઈ હતી.
ગત તા. 31ના રોજ દાદી બંને પૌત્રો પર ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે શૈલેષને જમીન પર પછાડી પછાડીને મારી નાંખ્યો હતો. તેમજ ગુસ્સામાં ઋત્વિકને પણ ફટકાર્યો હતો. જેમાં ઋત્વિકને ઇજા પહોંચી હતી. મજુરીએથી પરત આવેલા મુકેશભાઈને બનાવ અંગે જાણ થઈ હતી. જેને પગલે તેણે ખેડબ્રહ્મા પોલીસમાં ચંદ્રીકાબહેન ઉર્ફે સીરમીબહેન રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પી. પી. જાનીના જણાવ્યા પ્રમાણે, દાદીએ દેખરેખ રાખવાથી કંટાળીને હત્યા કરી હતી.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz