• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં રજૂ કરાયેલી 25 વર્ષના આયોજનની પોકળ વાત પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ઘરનો નોકર શેઠાણીને કહી રહ્યો છે કે, આવી રીતે રોજે રોજે હિસાબ માગીને મારું માથું ના ખાશો… હું આગામી 25 વર્ષના આયોજન સાથે કામ કરું છું!. નોકરીની વાત પર શેઠ પર ચોંકી ઉઠ્યા છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

વર્ષ 2014થી શરૂ થયેલી અચ્છે દિનની આશામાં સામાન્ય માણસ વર્ષ 2047 સુધીમાં ચીથરે હાલ થઈ જશે પણ, અચ્છે દિનનું મૃગજળ એને છેતર્યા જ કરશે એવા કટાક્ષ સાથેના ન્યૂઝ કાર્ટૂનમાં વર્ષ 2014થી અચ્છે દિનની આશાએ ઘુંટણીયે પડેલો તરસ્યો કોમન મેન, વર્ષ 2019 બાદ વર્ષ 2022 સુધીમાં ચીથરેહાલ થઈ ગયેલો દર્શાવવામાં આવ્યો છે અને વર્ષ 2047માં તો એના તન પર ચીથરા પણ નહીં રહે એમ દર્શાવાયું છે.

સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન

કેન્દ્ર સરકાર દ્વારા બિટકોઈન મામલે લેવાયેલા નિર્ણય પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, ભિખારી માંગી રહ્યો છે ત્યારે માલેતુજાર કહી રહ્યો છે કે, સોરી ભાઈ, મારી પાસે ફક્ત ડિજિટલ કરન્સી છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન

ગુજરાત કૉંગ્રેસમાં ભારે ચકચાર મચાવનાર કાળા જાદુ પ્રકરણ અંગે કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ન્યૂઝ પેપરમાં સમાચાર છે કે, કૉંગ્રેસમાં કાળુ જાદુ? એએમસીના વિપક્ષના નેતા અને એમએલએ પર કરાઈ વિધી? – કથિત ઓડિયો વાઈરલ. અને તે સાથે કૉંગ્રેસના પાર્ટી ચિહ્ન પર લીંબુ મરચાં ટીંગાળવામાં આવ્યા છે.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.

અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

(ટાઈગર મોં લટકાવીને બેઠો હતો. ત્યાં એક વડીલ આવ્યા)

વડીલ – ટાઈગર શું થયું? કોઈ ટેન્શન છે?

ટાઈગર – ટેન્શન તો નથી કાકા…

વડીલ – જે વાત હોય મને જણાવ… હું રસ્તો કાઢી આપીશ.

ટાઈગર – કાકા, એમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું… કંઈ સમજાતું નથી કે શું કરું…

વડીલ – એમાં શું મુંઝાવાનું… જા એના બાપાને ચા – નાસ્તો કરવા લઈ જા… અને લગ્નની વાત કરી નાંખ…

ટાઈગર – (ઉભો થઈ જાય) ચાલો કાકા… ચા – નાસ્તો કરવા…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *