- મહીસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતના તલાટી સહિત 5 શખ્સોએ માણી દારૂની મહેફિલ.
- તાલુકા વિકાસ અધિકારીનો લૂલો બચાવ – કોઈ માદક જેવી ચીજવસ્તુઓ મળી આવી નથી.
- વીરપુર પોલીસે તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યું.
Mehulkumar Vyas. [9978918796]
મહીસાગર । ડેભારી ગ્રામ પંચાયતની ઓફિસમાં જ પાંચ શખ્સો સાથે મળીને દારૂની તલપ બુઝાવી રહેલાં તલાટી રમેશ ચૌહાણનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, કામ માટે જઈએ તો તલાટી દારૂની બોટલ માંગે છે, માટે મહેફિલનો વાઈરલ થયેલો વિડીયો સાચો જ છે.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે રમેશ ચૌહાણ ફરજ બજાવે છે. ગ્રામજનોના નાના – મોટા કામો કરી આપવા માટે દારૂની બોટલ માંગતા હોવાનો આક્ષેપ જેમના પર થયો છે એવા તલાટી ગ્રામ પંચાયતની ઓફિસમાં અન્ય કર્મીઓ સહિત 4 શખ્સો સાથે દારૂની મહેફિલ માણતાં હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ઓફિસની આસપાસ દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન એકઠા કર્યા હતાં.
વિડીયો ક્યારનો છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ, વિડીયો વાઈરલ થયા બાદ તાલુકા વિકાસ અધિકારી બી. કે. કટારાએ તલાટીનો લુલો બચાવ કર્યો હતો અને મિડીયાને જણાવ્યું હતું કે, ડેભારી ગ્રામ પંચાયતમાં તપાસ કરાઈ હતી. ગ્રામ પંચાયતની આસપાસ કોઈ પ્રકારના માદક ચીજવસ્તુઓ મળી નહોતી. વિરપુર પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.
મહેફિલ ક્યારે માણવામાં આવી? વિડીયોની સત્યતા તપાસવાન બદલે વીરપુર પોલીસે તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યું છે. વીરપુલ પોલીસ મથકના પી.એસ.આઈ. એચ. વી. છાસટીયાનું કહેવું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(આજનો Funrang જોક)
(ટાઈગર મોં લટકાવીને બેઠો હતો. ત્યાં એક વડીલ આવ્યા)
વડીલ – ટાઈગર શું થયું? કોઈ ટેન્શન છે?
ટાઈગર – ટેન્શન તો નથી કાકા…
વડીલ – જે વાત હોય મને જણાવ… હું રસ્તો કાઢી આપીશ.
ટાઈગર – કાકા, એમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું… કંઈ સમજાતું નથી કે શું કરું…
વડીલ – એમાં શું મુંઝાવાનું… જા એના બાપાને ચા – નાસ્તો કરવા લઈ જા… અને લગ્નની વાત કરી નાંખ…
ટાઈગર – (ઉભો થઈ જાય) ચાલો કાકા… ચા – નાસ્તો કરવા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz