- દારૂના જથ્થા પર બુલડોઝર કેમ ફેરવવાનું? વડોદરાના શૈલેષભાઈ શુક્લનો પ્રશ્ન.
- દારૂના જથ્થાનો નાશ કરવાને બદલે તેના વેચાણ દ્વારા સરકાર મેળવી શકે છે લાભ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । છેલ્લાં ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં પોલીસે ઝડપી પાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાનો દારૂનો જથ્થા નાશ કરવામાં આવ્યો છે ત્યારે શહેરના એક જાગૃત નાગરીક શૈલેષભાઈ શુક્લ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દારૂના જથ્થાનો નાશ નહીં કરવા વિનંતી કરી હતી.
શૈલેષભાઈએ ફનરંગ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે. અને ત્યારબાદ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવતું હોય છે. જે ખરેખર યોગ્ય નથી. માત્ર વડોદરા શહેરમાં જ ચાર – પાંચ કરોડનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હોય, ત્યારે આખા ગુજરાતમાં તો કરોડો રૂપિયાનો દારૂ પોલીસ પકડે છે અને તેનો નાશ કરી દેવાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કરોડોની કિંમતના દારૂના જથ્થાને અન્ય રાજ્યોમાં કે દારૂ બનાવતી કંપનીમાં વેચવામાં આવે તો પણ સારો એવો લાભ સરકારને પ્રાપ્ત થઈ શકે છે. સરકારી તંત્ર દ્વારા નિતી નિયમ બનાવીને, કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને દારૂનો જથ્થો વેચવામાં આવે તો એનાથી ઘણાં સારા કાર્યો થઈ શકે છે. મારા વિચાર અંગે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અને પત્ર પી.એમ.ઓ.માં પહોંચ્યો હોવાની પહોંચ પણ મને પ્રાપ્ત થઈ છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર મોં લટકાવીને બેઠો હતો. ત્યાં એક વડીલ આવ્યા)
વડીલ – ટાઈગર શું થયું? કોઈ ટેન્શન છે?
ટાઈગર – ટેન્શન તો નથી કાકા…
વડીલ – જે વાત હોય મને જણાવ… હું રસ્તો કાઢી આપીશ.
ટાઈગર – કાકા, એમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું… કંઈ સમજાતું નથી કે શું કરું…
વડીલ – એમાં શું મુંઝાવાનું… જા એના બાપાને ચા – નાસ્તો કરવા લઈ જા… અને લગ્નની વાત કરી નાંખ…
ટાઈગર – (ઉભો થઈ જાય) ચાલો કાકા… ચા – નાસ્તો કરવા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz