Fun Varta । નિકુંજ ઓફિસમાં ગમે તેટલું કામ કરે… એને ક્યારેય પ્રમોશન મળતું નહીં. પોતાનું તો ઠીક અન્ય બીજા કર્મચારીઓથી માંડી પટાવાળાના કામ પણ નિકુંજ કરી આપે. પણ, ક્યારેય સાહેબની નજર એના કામ પર પડે જ નહીં. નોકરીમાં પ્રમોશન મળતું ના હોવાને કારણે નિકુંજ ખૂબ જ ખિન્ન રહેતો હતો.

એક દિવસે ઓફિસમાં સારી એવી કામગીરી કરવા છતાં સાહેબનો ઠપકો સાંભળીને મોં લટકાવી નિકુંજ ઘરે જવા નિકળ્યો… એની આંખોમાં આસું નહોતા પણ બાઈકનું સાઈલેન્સર જાણે ખોંખારા ખાઈ રહ્યું હોય એમ લાગતું હતું. બાઈક કદાચ નિકુંજનો જ ભાર સહન ના કરી શકતું હોય એવી ગતિથી ડચકા ખાતું આગળ વધી રહ્યું હતું.

રસ્તામાં એક સાધુએ નિકુંજને રોકવા હાથ કર્યો… મૂડ નહોતો પણ, સ્વભાવ જ એવો કે નિકુંજ લિફ્ટ આપવા માટે ઉભો રહી ગયો. સાધુ બાઈકની પાછલી સીટ પર બેસવાને બદલે બોલ્યા – બેટા ભૂખ લગી હૈ, કુછ ખાના મિલેગા?

ઓફિસમાં દિવસભર ચાલેલી કચકચમાં ખાવાનો મૂડ જ ના બન્યો એટલે ટીફિન એવુંને એવું જ ભરેલું હતું. નિકુંજે બાબાને ટિફિન ખાવા આપ્યું.. ફૂટપાથ પર એક જગ્યાએ સાધુ ટિફિનમાંથી જમવા લાગ્યા… નિકુંજ ઉભો ઉભો વિચારતો હતો… ટિફિન લીધા વગર જઈશ તો સરલા ધોઈ નાંખશે…

નિકુંજના વિચારોને તોડતા સાધુએ કહ્યું – બેટા કોઈ સમસ્યા હૈ તો બતાઓ… મૈં ઉસે હલ કર દૂંગા..

નિકુંજે ગળાના ઉંડાણમાંથી ખોંખારાને બહાર કાઢ્યો અને પછી સુપરફાસ્ટ સ્પિડમાં ઓફિસમાં પ્રગતિ નહીં મળતી હોવાની સંપૂર્ણ વિગત બે મીનીટમાં સાધુની સમક્ષ પાથરી દીધી. આખી વાત સાંભળી સાધુએ કહ્યું કે, અચ્છા યાની તરક્કી નહીં હો રહી? નિકુંજે એકી ઝાટકે ત્રણ વાર માથું હલાવી હા પાડી..

સાધુએ હાથમાં ભોજનનો એક કોળીયો લીધો.. કોળીયો મોંમા મુકી બરાબર ચાવીને સાધુએ નિકુંજને પુછ્યું, તેરી શાદી કો કિતને સાલ હુએ?

નિકુંજ – બાબા, બાર વરસ થઈ ગયા હૈ, એક દિકરી પણ હૈ…

સાધુ – તુને આખરી બાર બીવી કી રસોઈ કી તારીફ કબ કીથી?

નિકુંજ ફરી મોં લટકાવીને બોલ્યો કે – મહારાજ એવું તો ક્યારેય નથી કર્યું… સરલા જે પીરસે એ જમી લઉ છું… વખાણ ક્યારેય નથી કર્યા…

સાધુ – કૃપા વહી સે અટકી હૈ… બીવી કે હાથ કી રસોઈ કી તારીફ કર, તેરી સારી સમસ્યાએ દૂર હો જાએગી. આટલું બોલી સાધુએ પાણીનો છેલ્લો ઘુંટડો ભર્યો. ટિફિન પેક કરીને નિકુંજ સાધુના આર્શિવાદ લઈ નિકળ્યો. બાઈકમાં પણ એક અલગ ઉત્સાહ આવી ગયો…

ઘરે પહોંચીને નિકુંજ ફ્રેશ થયો… થોડાક સમય બાદ સરલાએ જમવાનું પીરસ્યું… નિકુંજ જમવા બેઠો, જમવાનું શરૂ કરતાં જ પહેલાં કોળીયાથી નિકુંજે વખાણનું વાવાઝોડું ફુંકવાનું શરૂ કર્યું.. આવડતાં હતાં એટલા બધાં જ શબ્દો દ્વારા એણે વખાણ કરવા માંડ્યા.

સરલા ચોંકી ઉઠી… એ ઉભી થઈને રસોડામાં ગઈ… વેલણ લઈને બહાર આવી… અને બરાડી – છેલ્લાં 12 વર્ષથી મારા હાથની રસોઈના વખાણ કરતાં પેટમાં ચૂંક આવી રહી હતી… આજે પાડોશી મીનાના ઘરેથી જમવાનું આવ્યું છે એટલે ઉછળી ઉછળીને વખાણ કરો છો…

સરલાએ નિકુંજને ઘરના તમામ ખૂણામાં દોડાવી દોડાવીને વખાણ ખંખેર્યા…

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર તારે ત્યાં ઠંડી કેવી છે?

ટાઈગર – યાર એકદમ ઇન્ટરનેટ જેવી… બહાર જઈએ તો લાગે અને અંદર રહીએ તો નથી લાગતી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *