➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – છઠ
➡ આજની ચંદ્ર રાશિ – મીન (સાંજે 5-08 સુધી) મેષ
મેષ (અ,લ,ઈ)
પોતાના વ્યક્તિત્વને વિકસીત કરવા ગંભીર પ્રયાસ કરવા જરૂરી. લોનના નાણાં આજે પરત ચુકવવા પડી શકે છે. આજે સમય વેડફાઈ જવાને કારણે મન ખિન્ન રહી શકે છે. જીવનસાથી આજે આપના માટે કોઈ વિશેષ કાર્ય કરી શકે છે.
વૃષભ (બ,વ,ઉ)
નકારાત્મક વિચારધારાને છોડીને આગળ વધી શકો છો. યુવાનો સંકળાયેલા હોય એવા કાર્યોમાં ભાગ લેવાનું આપને ગમશે. આજે હરવા ફરવાના વિચારો મન પર છવાયેલા રહેશે. માનસિક શાંતિ માટે બાગ – બગીચામાં જઇ શકો છો.
મિથુન (ક,છ,ધ)
આ રાશિના કેટલાંક જાતકોને આજે જમીન સાથે સંકળાયેલી બાબતે નાણાંનો ખર્ચ કરવો પડી શકે છે. સગાં સંબંધી તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આપનું ખાસ ધ્યાન રાખશે. ફૂલ-છોડને પાણી પીવડાવી શાંતિ મેળવી શકશો.
કર્ક (ડ,હ)
સામાજીક મેળાવડાંમાં જવાનું થઈ શકે છે. આજે ધનની કિંમત સમજાઈ શકે છે. સાંજના સમયે બાળકો અને પરિવારજનો સાથે આનંદ પ્રાપ્ત કરી શકશો. જીવનસાથીને કારણે કોઈ યોજના બગડી શકે છે. ગુસ્સાનો ભાવ ત્યજવો.
સિંહ (મ,ટ)
આજે ઘણી બાબતો આપના મન પ્રમાણે થવાથી ચહેરા પર ચમક રેલાશે. દિવસભર મન લગાવીને કામ કરી શકશો. જીવનસાથી સાથે સમય વ્યતિત કરી શકશો. આર્થિક બાબતો અંગે આયોજન કરવા માટે સારો દિવસ.
કન્યા (પ,ઠ,ણ)
શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે મિત્રો સાથે સમય વિતાવવો. રિઅલ એસ્ટેટ સંબંધી રોકાણ લાભકારક નિવડી શકે છે. પરિવારજનોને પૂરતો સમય આપી શકશો. શારીરિક સ્વાસ્થ્ય અંગે આજે ઘણાં વિચારો આવશે, એને અમલમાં મુકવા જરૂરી.
તુલા (ર,ત)
જેમને કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહથી રોકાણ કર્યું હતું એનાથી આજે ફાયદો થવાની શક્યતા છે. સાંજનો સમય મિત્રો સાથે વિતાવવો આનંદમય રહેશે. ભૂતકાળની કટુબાબતોને વાગોળવી આપના મનને અશાંત કરી શકે છે.
વૃશ્ચિક (ન,ય)
કલ્પનાઓમાં રચ્યા પચ્યા રહેવાનું ટાળશો. આર્થિક પક્ષ સારો રહેશે જોકે, ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. જીવનસાથી સાથે ક્યાંક હરવા ફરવાના યોગ છે. આજે કોઈની મદદ કરીને આપ માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો.
ધન (ભ,ફ,ઢ,ધ)
સારા જીવન માટે આપના સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં સુધારો કરવાની જરૂરીયાત અનુભવશો. આપની ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરાવશે. ઘરનો કોઈ વ્યક્તિ આપને એની સાથે સમય વિતાવવા મજબૂર કરી શકે છે.
મકર (ખ,જ)
આજે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. ધન લાભ થવાની શક્યતા છે. દાન – પુણ્ય કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. આજે જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. સફળતા માટે અનુશાસન ખૂબ જરૂરી છે એ વાત સમજશો.
કુંભ (ગ,શ,ષ,સ)
માતા – પિતાની વાતો પર ધ્યાન નહીં આપવાથી ભવિષ્યમાં નુકસાન પહોંચી શકે છે. આજે આપની ચીજવસ્તુઓ ચોરાઈ જવાની શક્યતા છે. વિદેશથી આપને કોઈ ખરાબ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)
દિવસ વ્યસ્તતા ભર્યો રહી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. ભાઈ – બહેન તરફથી ધન લાભ થવાની શક્યતા છે. સમયની કિંમત સમજવી જરૂરી. પરિવારજનો અંગે મનમાં ચિંતા અનુભવી શકો છો.
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર જો મને બીજું ભેજુ લગાડવાની જરૂર પડે તો હું તારું ભેજું જ લગાડવાનું માંગીશ.
ટાઈગર – એટલે કબુલ કરે છે ને કે મારું ભેજું જીનીયસ છે.
પકડું – અરે ના યાર, મારી ઇચ્છા એવું ભેજું લગાડવાની છે જેનો ખ્યારેય ઉપયોગ જ ના થયો હોય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya