• WhatsApp પર આણંદના મુરબ્બી કિરીટભાઈ પટેલે મોકલેલી અજ્ઞાત લેખકની વાંચવા જેવી વાત.
  • વાર્તાના લેખક અંગે શોધખોળ કરી પરંતુ કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી.

[Mehulkumar Vyas – 9978918796]

વાંચવા જેવી વાત

ગાડીને વરસાદી વાતવરણમાં પાર્કિંગમાંથી મેં બહાર કાઢી… અમારા વર્કશોપ સુપરવાઇઝર દવેસાહેબ… જેમને હું પ્રેમથી દવેકાકા કહેતો… ધીમા પગે… વરસાદમાં તેમની જાતને બચવતા તે ચાલતા જતા હતા. મેં કારને રોકી.. દવેકાકાને કિધુ.. કાકા, ગાડીમાં બેસી જાવ… તમે કહેશો ત્યાં ઉતારી દઇશ…

કાર રસ્તા વચ્ચે દોડતી હતી… મેં કીધું કે, કાકા ખરાબ ના લગાડતા, પણ આપની ઉંમર હવે આરામ કરવાની નથી..?

કાકા કારની બારી બહાર વરસાદ જોતાં ધીમેથી પણ માર્મિક બોલ્યા, બેટા જરૂરીયાત વ્યક્તિને કાં તો લાચાર બનાવે છે અથવા આત્મનિર્ભર થતાં શિખવાડે છે. જીવવું છે.. તો રડી રડી… યાચના અને યાતના ભોગવીને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો…

મતલબ હું સમજ્યો નહીં. દવે કાકા આપની ઉંમર?

બેટા, મજબૂરી માણસને વગર ઉંમરે ઘરડું કરી નાખે છે. પણ હું ઉંમરલાયક હોવા છતાં, યુવાન જેવું કામ કરૂં છું. કારણકે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે. અથવા તમારૂ મનોબળ અને જે મારી પાસે છે. મારે 72 પુરા થયા… દવે સાહેબ મીઠું સ્માઈલ સાથે બોલ્યા…

મારાથી બોલાઈ ગયું કાકા… દીકરા પાસે અમેરિકા જતા રહો… આ ઉંમરે શાંતી થી જીવો..

દવેકાકા થોડા ગંભીર થઈ બોલ્યા… કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા….

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ?

હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ…

અર્થ : સંસાર સ્વાર્થ થી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ….

કાકાની હસતી આંખો પાછળ દુઃખનો દરિયો છલકાતો હતો…

બેટા.. મારે પણ ફેક્ટરી હતી… ભૂલ માત્ર એટલી કરી… મેં મારા પુત્ર ને ખોટા સમયે… વહીવટ કરવા સોંપી, હું નિવૃત થઈ ગયો. યુવાનીની ના થનગનાટમાં ખોટા નિર્ણયો લેવાથી… એક દિવસ ફેક્ટરીને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી.. અમેરિકા ભેગો થઈ ગયો… એકાદ વર્ષ પછી અમેરિકાથી ફોન આવ્યો… પપ્પા ઘર કેમ ચલાવો છો? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું?

મેં કીધું, બેટા… હું લપસી ગયો છું… પણ પડ્યો નથી. તને એક વર્ષે તારા બાપાની યાદ આવી. એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો. ફોન મુક… શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો…

તારા કાકી એ મારી સામે દયા ની નજરે જોયું… મેં.. તારી કાકીને કિધુ.. અરે ગાંડી મુંઝાાય છે શા માટે? લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય.. એને તો ફક્ત બે હાથ જ છે.. દેવાવાળો મારો મહાદેવ છે… જેને હજારો હાથ છે…

દવે કાકા, તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ ખરી ?

જો બેટા… બધા લેણાદેવી ના ખેલ છે. મારી પાસે પૂર્વજન્મનું કંઈક માંગતો હશે… તો લઇ ગયો… કેમ લઈ ગયો તેનું દુઃખ નથી… આમેય… તે હક્કદાર અને મારો વારસદાર હતો… પણ લેવાની રીત, સમય અને વર્તન યોગ્ય ન હતું….

બસ બેટા ગાડી આ મહાદેવના મંદિર પાસે ઉભી રાખ… મહાદેવને સવાર અને સાંજે મળ્યા વગર ઘરે નથી જતો… હવે… બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે… તેના કરતાં વગર બોલે કામ કરતો.. મારો માલીક સારો…

દવેકાકા ને ગાડી બંધ કરી.. મેં હાથ પકડી… મંદિર સુધી લઇ જવા પ્રયતન કર્યો.., પણ દવેકાકા બોલ્યા.. બેટા… હું ઘણા વખતથી કોઈનો હાથ પકડતો નથી… કારણકે, પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી વગર કારણે જયારે છોડી દે છે… એ સહન નથી થતું… તેના કરતાં ધીરૂ અને સંભાળીને પણ આપણા પગે ચાલવું…

એ ફરીથી હસતાં હસતાં બોલ્યા, બેટા.. હું લપસી ગયો છું, પણ હજુ પડ્યો નથી… મારો… માલિક છે ને… નહીં પડવા દે… ચલ બેટા.

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ અને પોતાની મક્કમ પણ ધીરી ગતિથી ચાલતા.. દવેકાકા ને હું જોઈ રહ્યો….

મિત્રો…. દુઃખ એ અંદર ની વાત છે..સમાજ ને તેનાથી મતલબ નથી….સમાજ ને હંમેશા હસ્તો ચેહરો ગમે છે. ગમે તેટલું દુઃખ પડે…અંદરથી તૂટી જશો તો ચાલશે… પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તીત્વ રાખજો. સમાજ નીચોવી નાખવા બેઠો છે….

તૂટેલી ભગવાન ની મૂર્તિ ને તો લોકો ઘરમા પણ નથી રાખતા.. તો આપણી તો શું હેસિયત છે…. રડવું હોય તો ભગવાન સામે રડી લેજો… બધાના ખભા એટલા મજબૂત નથી હોતા…

જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણનું  પાત્ર જોઇએ.. તેમ આપણી આંખ ના આંસુ ઝીલવા, સજ્જન માણસનો ખભો જોઇએ. સમાજ અને કુટુંબમાં મંથરા અને શકુની મામા ઘણા ફરે છે… ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા.

મેં ગાડી ચાલુ કરી… થોડો ફ્રેશ થવા FM રેડિયો ચાલુ કર્યો… કિશોરકુમારનું ગીત વાગતું હતું…

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये

सावन जो अगन लगाये, उसे कौन बुझाये

पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये

जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો.. દોષ કોને દેવો….

એક પિતા એ તેના પુત્ર ના નામે દોલત લખતા પેહલા કીધેલા શબ્દો.. યાદ આવ્યા..

બેટા… હું તારા ઉપર આંધળો વિશ્વાશ મુકું છું, જવાબદારી તારી છે… મને આંધળો સાબિત ન કરવાની..

જીંદગીમાં બધી ચાલ ચાલજો.. પણ કોઈનો વિશ્વાસ તોડતા નહીં… કારણકે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મુકેલ વિશ્વાસ જ તેની મરણ મૂડી હોય છે… અને એ ગુમાવ્યા પછી… મોતની રાહ જોવા સિવાય… તેની પાસે કશુ બચતુ નથી…

(આજનો Funrang જોક)

પકડું – યાર ટાઈગર જો મને બીજું ભેજુ લગાડવાની જરૂર પડે તો હું તારું ભેજું જ લગાડવાનું માંગીશ.

ટાઈગર – એટલે કબુલ કરે છે ને કે મારું ભેજું જીનીયસ છે.

પકડું – અરે ના યાર, મારી ઇચ્છા એવું ભેજું લગાડવાની છે જેનો ખ્યારેય ઉપયોગ જ ના થયો હોય.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *