- મધ્યપ્રદેશની ચંબલ પોલીસને શનિ મહારાજ અને યમરાજ વચ્ચેનો ભેદ નથી ખબર.
- મંદીર ટ્રસ્ટે મૂર્તિ સ્વિકારવાનો ઇન્કાર કરતાં, યમરાજની પ્રતિમા પોલીસ સ્ટેશનના માલખાનામાં બંધ.
[Mehulkumar Vyas – 9978918796]
મધ્ય પ્રદેશ । લહાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભાટનતાલ વિસ્તારના નવગ્રહ મંદીરમાંથી ચોરાઇ હતી શનિ મહારાજની મૂર્તિ અને પોલીસ શોધી લાવી યમરાજની મૂર્તિ. જેને પગલે મંદીર ટ્રસ્ટે વાંધો ઉઠાવતાં પોલીસ મૂર્તિમંત થઈ ગઈ છે. વિવાદને પગલે યમરાજની મૂર્તિને શનિની પનોતી નડી હોય એમ કહી શકાય. કારણકે, યમરાજની પ્રતિમા હાલ પોલીસ સ્ટેશનના માલખાનામાં બંધ કરી દેવાઈ છે. અત્રે નોંધનિય છે કે, શનિ મહારાજ તેમજ યમરાજ બંને પાડાની સવારી કરતાં હોય તેવો ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. જોકે, યમરાજ માત્ર પાડાની સવારી કરતાં હોય છે જ્યારે યમરાજના પાડા ઉપરાંત અન્ય વાહનો પણ હોવાનો ઉલ્લેખ મળે છે.
ગત 21 જાન્યુઆરીના રોજ રાતના સમયે તસ્કરો ભાટનતાલ સ્થિત નવગ્રહ મંદીરમાંથી શનિ મહારાજની પ્રતિમા ચોરી ગયા હતાં. જેને પગલે ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. શનિ મહારાજની પ્રતિમા ચોરાઈ જવાની બાબતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ લહાર પોલીસને ગંભીરતાપૂર્વક તપાસ કરવા સૂચના પણ આપી હતી. તેથી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
મંદીરમાં સીસીટીવી ના હોવા છતાં પોલીસે તનતોડ મહેનત કરીને તા. 2 ફેબ્રુઆરીના રોજ મરહી જેતપુરા ગામમાંથી ચોરાયેલી પ્રતિમા શોધી કાઢી હતી. તેમજ પોલીસે બાહોશ કામગીરી કરી હોવાના બણગાં ફંકવામાં આવ્યા હતાં. ત્યારબાદ મંદીર ટ્રસ્ટ સમિતિના સભ્યોને પોલીસ મથકે પ્રતિમાની ઓળખ કરવા માટે બોલાવવામાં આવ્યા હતાં.
ટ્રસ્ટ સમિતિના સભ્યોએ જોયું કે પ્રતિમાના એક હાથમાં દંડ છે અને બીજામાં પાશ છે. એટલે ધ્યાન પર આવ્યું કે, પોલીસ શનિ મહારાજને બદલે યમરાજને શોધી લાવી છે. આ વિગતો ધ્યાન પર આવતાં મંદીર ટ્રસ્ટ અને નગર પંચાયતના પૂર્વ પ્રમુખ રામકુમાર મહંત દ્વારા પોલીસની કામગીરીને વખોડવામાં આવી હતી. તેમજ પોલીસ પ્રતિમા શોધી લાવી હોવાનું નાટક કરી રહી હોવાના આક્ષેપ કરાયા હતાં.
તો બીજી તરફ, SDOP અવનીશ બંસલે પત્રકારોને જણાવ્યુ હતું કે, પ્રતિમા શનિ મહારાજની છે કે યમરાજની એ પોલીસને ખબર નથી. મળી આવેલી પ્રતિમાને માલખાનામાં રાખવામાં આવી છે. મંદીરમાં નવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે તેમજ સીસીટીવી લગાડાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જેતપુરા ગામના લોકો યમરાજની પ્રતિમાની માંગણી કરી રહ્યા છે. એમનું કહેવું છે કે, અમારા ગામમાં શનિ મહારાજ પ્રગટ થયા છે, તેથી અમે એમને અમારા ગામમાં સ્થાપીશું.
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર જો મને બીજું ભેજુ લગાડવાની જરૂર પડે તો હું તારું ભેજું જ લગાડવાનું માંગીશ.
ટાઈગર – એટલે કબુલ કરે છે ને કે મારું ભેજું જીનીયસ છે.
પકડું – અરે ના યાર, મારી ઇચ્છા એવું ભેજું લગાડવાની છે જેનો ખ્યારેય ઉપયોગ જ ના થયો હોય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz