FuntuNews હાલ સાઉથ આફ્રિકામાં એક સામટાં 10 બાળકો જન્મવાની ઘટનાની ચર્ચા ચાલી રહી છે ત્યારે 203 બાળકના પિતા હોવાનો રેકોર્ડ ધરાવતાં 130 પત્નીઓના પતિની અનોખી ઘટના સામે આવી છે. એમાંય છેલ્લાં શ્વાસ સુધી સંતાન પેદા કરવાનો ઉત્સાહ ધરાવતાં મૌલાના મૃત્યુ પામ્યા ત્યારે તેમની કેટલીક પત્ની સગર્ભા થયેલી હતી.
સેંટ્રલ નાઇઝર સ્ટેટ (Central Niger State) ના મોહમ્મદ બેલ્લો અબૂબકર (Mohammed Bello Abubakar) દ્વારા 130 લગ્ન કરવામાં આવ્યા હતાં. અને આ પત્નીઓથી 203 બાળકો જન્મ્યા અને હાલ તેના મૃત્યુ બાદ પણ સંતાનની સંખ્યામાં વધારો થવાનો છે.
અબૂબકરેનું અવસાન વર્ષ 2017માં થયું હતું. તેણે જીવનભરમાં કુલ 130 લગ્ન કર્યા હતાં, જે પૈકી કેટલીક પત્નીઓને તલાક આપી દીધાં, તો કેટલીક મૃત્યુ પામી હતી. મરતી વેળાએ અબૂબકર સાથે તેની 86 પત્નીઓ રહેતી હતી. અબૂબકરને 82 પત્નીઓને તલાક આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે ઇન્કાર કર્યો હતો. ઉપરવાળાની દેન હોવાનું જણાવી તેણે તમામ પત્નીઓને સાથે રાખવાનું એલાન કર્યું હતું. તે તેની તમામ પત્નીઓ અને સંતાનો સાથે એક વિશાળ ઘરમાં બધાંની સાથે જ રહેતો હતો.
BBC ના ઇન્ટર્વ્યૂમાં અબૂબકરે કહ્યું હતું કે, ઘણાં લોકો 10 પત્નીઓથી હેરાન પરેશાન થઈ જાય છે, પરંતુ મને અલ્લાહ તરફથી વિશેષ શક્તિ મળી છે, તેથી હું આરામથી 86 પત્નીઓને કંટ્રોલ કરી શકું છું.
ઇન્ટર્વ્યૂમાં તેની પત્નીઓએ જણાવ્યું હતું કે, પહેલા તો તેઓ મૌલાના પાસે ઉપદેશ લેવા માટે આવી હતી, પછી અબૂબકરે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેમણે ખુદાનું ફરમાન સમજીને લગ્ન કરવાનું મુનાસીબ માન્યું હતું.
એક વખત વધારે લગ્નો કરવાના મામલે મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આખો પરિવાર તેની સાથે ઉભો રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, મૃત્યુ પહેલાં અબુબકરનું માનવું હતું કે, કોઈએ 100 લગ્નો ના કરવા જોઈએ. અલ્લાહ માત્ર તેને જ આ મિશન સાથે મોકલ્યા હતાં.