• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અને ભૂતકાળમાં સર્જાયેલા સ્કર્ટ વિવાદ અંગે વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક છોકરી હિજાબ પહેરીને સ્કૂલે જતી વિદ્યાર્થિનીને કહી રહી છે, આ તે કેવું વિચિત્ર! તારી સ્કૂલ તને હિજાબ નથી પહેરવા દેતી અને મારી સ્કૂલમાં સ્કર્ટ પહેરવાની મનાઈ છે!

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

કોરોના મિસમેનેજમેન્ટ બાબતે સરકાર અને વિપક્ષની ખેંચતાણ પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાકડી દ્વારા કચરામાં પડેલું માસ્ક ખેંચતાં બતાવવામાં આવ્યા છે.

સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગુનાઈહત ભુતકાળ ધરાવતાં ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવા પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર પોતાની સંપત્તિ અંગે ચૂંટણી કમિશન સમક્ષ કહી રહ્યો છે કે, સાહેબ, મારી સંપત્તિમાં 2 રિવોલ્વર અને 100 જેટલા કારતૂસ અને થોડા પ્રોટેક્શન મની પેટે ઉઘરાવેલા રોકડ 100 કરોડ છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન

સપા અને ભાજપા દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરાઓ અંગે વ્યંગ કરાયેલા કાર્ટૂનમાં ‘યુ.પી. ચૂંટણીઃ સપા અને ભાજપે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા’ ન્યૂઝ દર્શાવવા સાથે સેનિટાઈઝરની બાટલી પકડીને ઉભેલો વ્યક્તિ દર્શાવવામાં આવ્યો છે. પ્રજાએ ચૂંટણી પછી સેનિટાઈઝરથી હાથ ધોવાનો વારો આવે એવો વ્યંગ કરાયો છે.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.

અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

ટાઈગર – પકડું, આજે એક છોકરીએ બસમાં મારી સાથે વાત કરી…

પકડું – અરે વાહ… શું વાત કરી?

ટાઈગર – ઉભા થાવ, આ લેડિઝ સીટ છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *