• વાઈસ ચાન્સેલરની પરિમલ વ્યાસની ટર્મ પુરી થવાને આડે 24 કલાક બચ્યા છે.
  • ભરતી કૌભાંડ બાબતે 24 કલાકમાં જવાબ આપવા સરકારની સૂચના.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા એમ. એસ. યુનિ.ના વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસ આવતીકાલે સાંજે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતી કૌભાંડ મામલે નોટીસ ફટકારી આવતીકાલ સુધીમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેનેટ ચૂંટણી પૂર્વે સંકલન સમિતિ દ્વારા ભરતી કૌભાંડ મામલે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમ છતાં ચૂંટણીના પરિણામો ટીમ એમ.એસ.યુ.ની તરફેણમાં આવ્યા હતાં.

મ. સ. યુનિ.ની સંકલન સમિતિના 13 સભ્યોએ ભરતી કૌભાંડ મામલે શિક્ષણ મંત્રીથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે પણ ભરતી કૌભાંડ મામલે તપાસ કરવામાં આવે તેવી માગણી ઉચ્ચારી હતી.  સિન્ડિકેટ સભામાં પણ ભરતી કૌભાંડ મામલે ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પારદર્શિતા જરૂરી છે. તપાસ દરમિયાન ખોટું થયાનું જણાઈ આવશે તો કોઈપણ વ્યક્તિ હશે, તેની સામે પગલા ભરવામાં આવશે.  જોકે, સેનેટની ચૂંટણી બાદ ભરતી કૌભાંડના મામલો સાવ શાંત થઈ ગયો હતો.

મ.સ. યુનિ.માં સત્તાધારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવા અંગે ઉઠેલા આક્ષેપો પુનઃ ચર્ચામાં આવ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટીમાં ફર્નિચર બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી હતી. જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગના મહિલા ઓફિસર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ સમિતિના અધિકારી ડૉ. સ્મિતા છાબે તપાસ હાથ ધરી છે અને તેઓ તપાસને અંતે સંપૂર્ણ અહેવાલ શિક્ષણ વિભાગના કમિશનરને સોંપશે.

ફર્નિચર કૌભાંડની તપાસ ચાલી જ રહી છે ત્યારે ભરતી કૌભાંડ મામલાએ ફરી માંથુ ઉચક્યું છે. રાજ્ય સરકાર દ્વારા ભરતી કૌભાંડ મામલે યુનિ.ના વાઈસ ચાન્સેલરને નોટીસ ફટકારવામાં આવી છે. પરીમલ વ્યાસની ટર્મ આવતીકાલે સાંજે પુરી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફટકારવામાં આવેલી નોટીસમાં આવતીકાલ સુધીમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે. રાજ્ય સરકારની નોટીસને પગલે યુનિ. વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – પકડું, આજે એક છોકરીએ બસમાં મારી સાથે વાત કરી…

પકડું – અરે વાહ… શું વાત કરી?

ટાઈગર – ઉભા થાવ, આ લેડિઝ સીટ છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *