➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – નોમ
➡ આજની ચંદ્ર રાશિ – વૃષભ
મેષ (અ,લ,ઈ)
પ્રભાવશાળી લોકોના સહકારથી આપના ઉત્સાહમાં વધારો થશે. ખર્ચામાં વધારો થઈ શકે છે. બાળકો અને ઓછા અનુભવી લોકો સાથે શાંતિથી વ્યવહાર કરવો. જીવનસાથી સાથે નાની વાતે ચકમક ઝરી શકે છે.
વૃષભ (બ,વ,ઉ)
આજે સ્વાસ્થ્ય સારું રહેવાને કારણે મિત્રો સાથે રમત ગમતમાં ભાગ લઈ શકો છો. નાણાંકીય બાબતો અંગે અંગત વ્યક્તિની સલાહ મદદગાર સાબિત થાય. ઘરની કોઈ વાત આપને ભાવુક કરી શકે છે.
મિથુન (ક,છ,ધ)
આજે માનસિક શાંતિનો અભાવ રહી શકે છે, મિત્રો આપને મદદરૂપ નિવડી શકે છે. તણાવથી બચવા સંગીત સાંભળવું હિતાવહ રહેશે. વેપારમાં વિદેશથી ધન લાભ થઈ શકે છે. જીવનસાથી આપની પ્રશંસા કરી શકે છે.
કર્ક (ડ,હ)
કેટલીક તાણ અને મતભેદ આપનું મન ખિન્ન કરી શકે છે. નાણાં કમાવવાની ઇચ્છા પ્રબળ બની શકે છે. કોઈ આપનું સારું વિચારતું હોય એની સાથે મતભેદ કરવો નહીં. જીવનસાથી નકારાત્મક બાબતો ઉજાગર કરી શકે.
સિંહ (મ,ટ)
આજે નજીકના વ્યક્તિઓ અને મિત્રો મદદ કરવા માટે હાથ આગળ વધારશે. આજે એવો વર્તાવ કરો કે જાણે આપ સુપર સ્ટાર છો, જોકે, ખોટી પ્રશંસાથી દૂર રહેવું. જીવનસાથીને સમજવામાં ભુલ કરવી મુશ્કેલી આપી શકે.
કન્યા (પ,ઠ,ણ)
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. વિજાતીય વ્યક્તિ દ્વારા વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી ચાલતાં કોઈ ઝગડાનું સમાધાન પ્રાપ્ત કરવું જરૂરી. જીવનસાથી સાથે કોઈ વાતે મતભેદ કરવાનું ટાળવું.
તુલા (ર,ત)
આજે પ્રવાસમાં પોતાના કિંમતી સામાનની ખાસ કાળજી રાખવી. પારિવારીક તણાવો આપની એકાગ્રતા ભંગ કરી શકે છે. આજે કોઈને મળવા કરતાં એકાંતમાં રહેવું ગમશે. જીવનસાથીનું અલગ સ્વરૂપ જોવા મળશે.
વૃશ્ચિક (ન,ય)
બીજાની માટે ખરાબ ભાવના રાખવાથી માનસિક અશાંતિ અનુભવી શકો છો. આજે કોઈ એવા વ્યક્તિને મળવાનું થઈ શકે છે જે આર્થિક લાભ કરાવી શકે છે. જીવનસાથી સાથે આરામદાયક દિવસ વ્યતિત થઈ શકે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આધ્યાત્મિકતાનો સહારો લઈ શકો છો. આજે ઘર પર મહેમાનોનું આગમન થઈ શકે છે. આજે જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનો મતભેદ કરવો નહીં. ધન ચોરીની શક્યતા છે.
મકર (ખ,જ)
અન્ય લોકોની સપળતાને પ્રોત્સાહિત કરીને આનંદીત થઈ શકો છો. પરિવારજનોની મદદથી તણાવ ઓછો થઈ શકે છે. વેપાર – ધંધામાં નવો વિચાર આવશે. બહાર જવાની કોઈ યોજના છેલ્લી ઘડીએ ટળી શકે છે.
કુંભ (ગ,શ,ષ,સ)
જીવન પ્રત્યે ઉદાસ રવૈયો રાખવો નહીં. આજે દારૂ જેવા કોઈ નશાને કારણે કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. આજે આધ્યાત્મિક પુસ્તકો વાંચવાથી રાહત પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આપને રાહત આપી શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરી શકશો. બીજા લોકો માટે ખર્ચ કરવાનુ ટાળવું. ઘરના સંવેદનશીલ મુદ્દાઓ આજે હલ કરી શકો છો. જીવનસાથી સાથે આનંદમય સમય પસાર થાય. યાત્રા પ્રવાસથી લાભની શક્યતા.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.
પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…
ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya