• સુરતના કાપોદ્રામાં રહેતી યુવતીએ પ્રેમી અને તેની પત્નીના ત્રાસથી કર્યો આપઘાત.
  • યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટમાં પ્રેમી વિશાલ અને તેની પત્ની પર આક્ષેપ કરાયા.
  • પરણીત વિશાલ સાથે યુવતી ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતી.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત સામાન્ય રીતે ‘પતિ – પત્ની ઔર વો’ના મોટાભાગના કિસ્સાઓમાં પરિણીતાએ ભોગવવાનું આવતું હોય છે, પરંતુ સુરતમાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં પતિ – પત્નીને કારણે પ્રેમીકાએ જીવનો ભોગ આપ્યો હતો. પરણીત પ્રેમી અને તેની પત્નીના ત્રાસને કારણે મનથી હારી ગયેલી યુવતિએ સ્યુસાઈડ નોટમાં કરેલા આક્ષેપોને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ઉમરપાડાની વતની આશા (નામ બદલ્યું છે) કાપોદ્રા વિસ્તારમાં ભાણેજ સાથે રહેતી હતી અને હીરાના કારખાનામાં કામ કરતી હતી. ગઈકાલે સવારે 10 વાગ્યાના સુમારે આશાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આશાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે આશાના ઘરે તપાસ કરતાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

આશાની સ્યુસાઈડ નોટ

હું પોતે આશા, મારો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ (રહે. ડુંગરા કામરેજ, રામજી મંદિર ટાંકી ફળિયું) સાથે હતો. હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. વિશાલ પહેલાથી જ પરણિત હતો તેમ છતાં મેં તેની જોડે સંબંધ રાખ્યો હતો. તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી. તેમ છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી. હું આજે આ ગલત કદમ ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે.

વિશાલની પત્ની અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાંખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલિને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરી લેવી. ગઈકાલે રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારા માતા – પિતા, ભાઈ – બહેનને બસ એટલું કહીશ કે મેં ગલત હતી એટલે ગલત કર્યું, વિશાલ મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.

પોલીસે સ્યુસાઈડ નોટને આધારે વિશાલ પટેલ અને તેની પત્ની સામે યુવતીને આપઘાત કરવા મજબુર કરવા અંગેનો તેમજ એટ્રોસિટીનો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.

પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…

ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *