પ્રસુતિ વિભાગના સ્ટાફે ઘરે જવાનું કહેતાં હોસ્પિટલના પ્રાંગણમાં થઈ પ્રસુતિ.

હોસ્પિટલના પ્રાંગણમાં પુરાવા નષ્ટ કરવાનો કરાયો પ્રયાસ.

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત L.G. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે એક પ્રસુતાને પોતાના નવજાત બાળકને ગુમાવવું પડ્યું હતું. હોસ્પિટલની ગંભીર બેદરકારીને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ L.G. હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે, છતાં સત્તાધીશો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતાં નથી. જેને કારણે નિર્દોષ નાગરીકોને ભોગવવું પડી રહ્યું છે.

L.G. હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં પ્રસુતિ કરાવવા માટે એક મહિલા આવી હતી. પ્રસુતાને દુઃખાવો ઉપડ્યો હોવા છતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેને ઘરે જતા રહેવા જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ દ્વારા મહિલાને તપાસવાને બદલે જતાં રહેવાનું જણાવવામાં આવતાં પરિવારજનો મને કમને તેણીને લઈને રવાના થયા હતાં.

હોસ્પિટલના પ્રાંગણમાં પહોંચતા જ મહિલાને પ્રસુતિનું વેણ ઉપડ્યું હતું. અને તેણીની ત્યાં જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, તબીબો કે સ્ટાફની ગેરહાજરીમાં થયેલી પ્રસુતિને કારણે નવજાત બાળક મૃત્યુ પામ્યું હતું. નવજાત બાળકનું મોત નિપજતાં મહિલા સહિતના પરિવારજનો પર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો.

તો બીજી તરફ, બનાવ અંગે જાણ થતાં હોસ્પિટલના સ્ટાફે તાબડતોબ મહિલા અને મૃત બાળકને હોસ્પિટલની અંદર લઈ ગયા હતાં. તેમજ પ્રાંગણમાં બનાવ અંગે કોઈ પુરાવો ના રહે તે માટે તેને નષ્ટ કરવાના પ્રયાસો કર્યા હતાં.  બનાવને પગલે હોસ્પિટલ સંકુલમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમજ હોસ્પિટલની બેદરકારી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.

પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…

ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *