• પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ હાલ અમદાવાદની Indus યુનિવર્સિટીના વીસી તરીકે કાર્યરત છે.
  • વિસનગરની સંકલચંદ યુનિ.ના તેઓ પૂર્વ વાઈસ ચાન્સેલર છે.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા મ.સ. યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર (ડૉ.) વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે. પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવના રસ રૂચિના વિષયોને આધારે એમ કહી શકાય કે, એમ. એસ. યુનિવર્સિટીને ‘પર્યાવરણવાદી’ વાઈસ ચાન્સેલર મળ્યાં છે. હવે, નવા વીસી યુનિ.ના પર્યાવરણને બદલશે? કે પછી યુનિ.ના પર્યાવરણમાં ઓતપ્રોત થઈ જશે? એ તો આગામી દિવસોમાં જ જોવા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે સાંજે વાઈસ ચાન્સેલર તરીકેની પ્રો. પરીમલ વ્યાસની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે જ નવા નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.

ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ દ્વારા સ્ટેટ એન્વાર્યમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA)ના સભ્ય તરીકે નિયુક્ત કરાયેલા પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ હાલ અમદાવાદની Indus Universityમાં વાઈસ ચાન્લેસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ અગાઉ તેમણે વીસનગરની સંકલચંદ યુનિવર્સિટીમાં પણ વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી.

શિક્ષણ ક્ષેત્રને લગભગ 26 વર્ષનો અનુભવ ધરાવતાં પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝના એન્વાર્યમેન્ટ પ્રશ્નો તેમજ પ્લાઝમા ટેક્નોલોજી દ્વારા એનર્જીની રિકવરી જેવા વિષયોમાં રીસર્ચ કરવાનો રસ ધરાવે છે. તેમના રસના વિષયોને આવરતી લેતાં 60 જેટલાં રિસર્ચ પેપર્સ નેશનલ અને ઇન્ટનેશનલ જનરલ્સમાં પ્રસિદ્ધ થયાં છે અને કોન્ફરન્સમાં રજૂ કર્યા છે. આ ઉપરાંત, તેમનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.

પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…

ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *