- ગાંધીનગરના ખોરજ ગામમાં રહેતાં શખ્સે સામાન વતન પહોંચાડવા ગુગલ પરથી શોધ્યો હતો મુવર્સ એન્ડ પેકર્સનો નંબર.
- ઓડિશા સ્થિત વતન ખાતે સામન પહોંચાડવા માટે રૂ. 24 હજાર ભાડુ નક્કી થયું, જે પૈકી 22 હજાર ચુકવી દેવાયા હતાં.
[Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । ગુગલ પરથી નંબર શોધીને બોલાવવામાં આવેલા મુવર્સ એન્ડ પેકર્સવાળા ઘર માલિકનો તમામ સામાન લઈ રફૂચક્કર થઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના ખોરજ ગામની સામમાં આવેલા ફ્લેટમાં રહેતાં શખ્સ જોડે બનેલી ઘટના અંગે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
મૂળ ઓડિશાના વતની અને વ્યવસાયે શિક્ષક એવાં ત્રિલોકચંદ ચૌધરી ગાંધીનગરના ખોરાજ ગામની સીમમાં આવેલા કેસર અલાયમ ફ્લેટમાં રહેતા હતાં. તેઓને નાઈજીરીયા જવાનું થવાને કારણે ઘરનો સામાન ઓડિશા સ્થિત વતન પર પહોંચાડવાનું નક્કી કર્યું હતું.
ગત ડિસેમ્બર માસમાં તેણે સામાન શિફ્ટ કરવા માટે ગુગલ પર સર્ચ કરીને મુવર્સ એન્ડ પેકર્સનો નંબર મેળવ્યો હતો. જેના પર સંપર્ક કરતાં કંપનીના માણસો સામાન જોઈ જશે એવી વાત થઈ હતી. 18 ડિસેમ્બરના રોજ પવન અને રાજેશ નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતાં. ઘરનો તમામ સામાન જોયા બાદ બીજે દિવસે આવીશું એમ કહી બંને જતાં રહ્યા હતાં.
બીજા દિવસે તેઓ પીકઅપ ડાલુ લઈને આવ્યા હતાં. સામાન ઓડિશા મોકલવા માટે 24,803 રૂપિયા નક્કી થયા હતાં. જેમાંથી ત્રિલોકચંદે 22 હજાર રૂપિયા ચુકવ્યા હતાં. સામાન સાત દિવસમાં ઓડિશા પહોંચી જશે એવી બાંહેધરી આપીને પવન અને રાજેશ સામાન ભરીને રવાના થયા હતાં.
જોકે, નિયત સમયમાં સામાન તેમના વતન પહોંચ્યો નહોતો. તેથી તેમણે મુવર્સ એન્ડ પેકર્સના સતીષભાઈની પુછપરછ કરી હતી. જોકે, તેણે ફોન પર ગલ્લાં તલ્લા કર્યા હતાં. એક તબક્કે તો પવન અને રાજેશ નામના શખ્સોએ કંપનીમાંથી નોકરી છોડી દીધી હોવાની વાત કરી હાથ ઉંચા કરી દીધા હતાં. જેથી ત્રિલોકચંદ કંપનીનું એડ્રેસ મેળવીને એ જગ્યાએ પહોંચ્યા હતાં. જોકે, ત્યાં એવી કોઈ ઓફિસ મળી આવી નહોતી.
આજદીન સુધી ઘરનો સામાન વતન પહોંચ્યો ના હોવાને કારણે આખરે ત્રિલોકચંદ દ્વારા અડાલજ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.
પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…
ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz