• હોટલ – રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે વેપાર કરી શકશે.
  • તા. 11 થી 18 ફેબ્રુઆરી સુધીની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ.

[Mehulkumar Vyas – 9978918796]

ગુજરાત કોરોના કેસમાં થઈ રહેલા ઘટાડાને પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. તા. 11 થી 18 ફેબ્રુઆરી માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે 19 નગરોને કર્ફ્યુ મુક્તિ આપવામાં આવી છે. જ્યારે 8 મહાનગરોમાં રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુનો અમલ કરાવાશે.

છેલ્લાં ત્રણ સપ્તાહમાં રાજ્યમાં કોરોનાના નવા કેસમાં 800 ટકાનો તથા એક્ટિવ કેસોમાં 375 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને પગલે નવી ગાઈડલાઈનમાં કોર કમિટીએ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને વડોદરામાં કોરોના કર્ફ્યુ રાત્રે 12 થી 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

જ્યારે આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોના કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે.

દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી – ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરી બજાર, હાટ, હેર કટિંગ શોપ, સ્પા- સલૂન, બ્યુટિપાર્લર તથા વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દુકાન – ઓફિસના માલિક, સંચાલક, કર્મચારીઓએ રસીના બે ડોઝ ફરજીયાત લેવાના રહેશે.

હોટલ રેસ્ટોરન્ટ્સ 75 ટકા બેઠક ક્ષમતા સાથે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોમ ડિલીવરી 24 કલાક ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત જિમ, સિનેમા, વોટર પાર્ક, લાઈબ્રેરી, લગ્ન પ્રસંગો, જાહેર કાર્યક્રમો વગેરેમાં ખાસ કોઈ છૂટછાટ જાહેર કરાઈ નથી.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.

પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…

ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *