• પુત્રને પહેલીવાર હવાઈ સફરે લઈ જવા અંગેની ઈરફાને તસવીર શેર કરી હતી.
  • ઈરફાનની પત્ની સફાએ હિજાબ પહેર્યો હોવાથી ટ્રોલર્સે આપી ચિત્ર વિચિત્ર પ્રતિક્રિયા.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ બોલર ઈરફાન પઠાણને સોશિયલ મિડીયા પર ટ્રોલર્સે કારણવિના ‘હિજાબ વિવાદ’માં ઢસડ્યો છે. પુત્રને પહેલીવાર હવાઈ સફરે લઈ જવા અંગેની તસવીર ઈરફાને શેર કરી હતી. જેના પર લોકોએ ચિત્ર વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી હતી.

ઈરફાને વર્ષ 2016માં સાઉદી અરબની મોડલ અને નેઈલ – આર્ટિસ્ટ સફા સાથે લગ્ન કર્યા હતાં. ઈરફાન પઠાણે ગુરુવારે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે પોતાના પુત્ર અને પત્ની સફા બેગમ સાથે નજરે પડ્યો હતો. તસવીરમાં સફાએ હિજાબ પહેરેલો હતો. ઈરફાને ટ્વિટમાં લખ્યું હતું કે, પુત્રની પહેલી હવાઈ મુસાફરી.

હાલમાં કર્ણાટકની સરકારી પીયુ કૉલેજ ફોર વુમનમાં કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પ્રવેશ કરતાં રોકવામાં આવી હતી. આ મામલે આજે દેશભરમાં ભારે ચકચાર મચી છે. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ સંજોગોમાં ઈરફાન પઠાણે પોતાની ખુશી વ્યક્ત કરતી તસવીર શેર કરી એમાં ટ્રોલર્સે ભડાશ કાઢી હતી. તો કેટલાંક લોકો ઈરફાનના સમર્થનમાં પણ આવ્યા હતાં.

લક રાવત નામના યુઝરે લખ્યું કે, ઇરફાનભાઈ તુમસે યે ઉમ્મીદ નહીં થી. ખોટી બાબતોને સમર્થન આપવું યોગ્ય નથી. કોઈપણ વ્યક્તિ પોતાની મરજીનાં કપડાં પહેરી શકે છે, પરંતુ ધાર્મિકતાના નામે કોઈને કંઈપણ પહેરવા મજબૂર કરવું એ આજના સમયમાં ખોટું છે. સમયની સાથે ચાલવું જરૂરી છે.

અન્ય એક દીપક મીણા નામના યુઝરે લખ્યું કે, બહાર કંઈપણ પહેરવાની ના નથી, પરંતુ સ્કૂલનો ડ્રેસ કોડ હોય. સ્કૂલમાં અનુશાસન ચાલે છે. પસંદ ના પસંદ નહીં. જો સ્કૂલમાં ભણવું હોય તો, ડ્રેસમાં આવવું પડે. લૌકેશસિંઘે લખ્યું કે, પૈસા હોવાથી વિચાર નથી બદલાતા, શું મહિલાઓને પોતાની રીતે જીવવાનો અધિકાર ધર્મ નથી આપતો?

તો આચાર્ય હિમાલય નામના યુઝરે લખ્યું કે, આને ખિલ થયા છે કે પછી ચહેરો એટલો બદસૂરત છે જે સંતાડી રહી છે? પોતે જેવા હોઈએ એનો સ્વિકાર કરવો જોઈએ. ઈરફાને બદસૂરત મહિલા સાથે લગ્ન કર્યા.

(આજનો Funrang જોક)

પકડું – આ આપણો ટીનો હાથ ધોઈને ટીના પાછળ પડ્યો છે…

ટાઈગર – ટીનાને કહેવું પડશે, એક દિવસ મોં ધોઈને એને જુએ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *