- 6 ફેબ્રુઆરીએ ઉડીને જતો રહ્યો હોવાનું માનતા પોપટના માલિકને સીસીટીવી જોતાં ચોરીની જાણ થઈ.
- પોપટના માલિકે ચાઈનિઝની લારીવાળા પાસે પોપટ પાછો માંગ્યો, એણે દાદ ના આપતો મામલો પોલીસ મથકે પહોંચ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
સુરત । ઉમરા પોલીસ મથકના ચોપડે પોપટ ચોરીનો અનોખો મામલો નોંધાયો છે. ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ પોપટ ઉડીને જતો રહ્યો હોવાનું માનતાં પોપટના માલિકને સીસીટીવી જોતાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પોપટ ચોરનાર ચાઈનિઝની લારીવાળાને ફોન પર પોપટ પરત કરવા માંગણી કરવામાં આવી હતી. જોકે, ચાઈનિઝવાળાએ દાદ નહીં આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતાં પક્ષી પ્રેમી કમલ શિંદેએ પોપટ પાળ્યો હતો. છ વર્ષની ઉંમરનો આશરે 60 હજારની કિંમતનો આફ્રિકન ગ્રે પેરોટ કમલ શિંદેના પરિવરના સભ્ય જેવો હતો. તેમણે એક્ઝોટિક બર્ડ એડવાઈઝરી હેઠળ પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ પોપટ ઘરની બહાર જતો રહ્યો હતો. જેને પગલે કમલ શિંદેને લાગ્યું કે, એમનો પ્રિય પોપટ ઉડી ગયો છે. જેને પગલે તેમણે શોધખોળ હાથ ધરી હતી.
ઘર પાસેના સીસીટીવી ફૂટેજ જોતાં તેઓને ખબર પડી કે, પોપટ ખોવાયો નથી, પણ ચોરાઈ ગયો છે. સીસીટીવીમાં જોવા મળ્યું કે બે શખ્સો પોપટને કપડાંથી વિટાળીને લઈ જઈ રહ્યાં છે. સીસીટીવીમાં દેખાયેલા શખ્સોની તસવીર કમલ શિંદેએ પશુપક્ષી પાળતાં તેમજ વેચાણ કરતાં લોકોને શેર કર્યો હતો. જેમાં એવી જાણકારી પ્રાપ્ત થઈ કે, પોપટ ચોરના શખ્સ ઉધના દરવાજા પાસે આવેલી એક્વેરિયમ શોપમાંથી પોપટ માટે પીંજરુ ખરીદી ગયા હતાં.
પોપટ ચોરનાર શખ્સ ગોપીપુરા ખાતે ચાઈનિઝની લારી ચલાવતો હોવાની વિગતો સાથે તેનો નંબર કમલ શિંદેને મળી આવ્યો હતો. તેમણે ફોન કરીને પોતાનો પોપટ પરત કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં ચાઈનિઝની લારીવાળાએ ઉડાઉ જવાબ આપી ફોન કાપી નાંખ્યો હતો. પોપટ ચોરે દાદ નહીં આપતાં આખરે કમલ શિંદેએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કમલ શિંદેનું કહેવું છે કે, લગભગ 60 હજારના પોપટને કેવી રીતે પાળવો તેનું ચોરી કરનાર શખ્સને કોઈ જ જ્ઞાન નથી. જો સારી રીતે સારસંભાળ રાખવામાં નહીં આવે તો પોપટ મરી શકે છે. પોલીસે પોપટ ચોરીની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
પકડું – તને કેવી પત્ની જોઈએ?
ટાઈગર – ચંદ્ર જેવી…
પકડું – રૂપાળી…
ટાઈગર – ના, સાંજ પછી જ દેખાય… આખો દિવસ જોવા જ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz