(પોલીસે ઝડપી પાડેલાં ત્રણ યુવાનો)
  • અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં સમલૈંગિક મિત્રતામાં થયેલી લૂંટનો કિસ્સો નોંધાયો.
  • અવાવરૂ જગ્યામાં અન્ય ત્રણ મિત્રોને બાલાવી બળજબરીથી એક લાખ રૂપિયા પડાવી લીધા.

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ સમલૈંગિક મિત્રતા કરી આપતી ગે એપ્લિકેશન દ્વારા ચાણક્યપુરીના દરજીકામ કરતાં યુવકના સંપર્કમાં આવેલા યુવકે અવાવરૂ જગ્યામાં લઈ જઈને લૂંટ ચલાવી હોવાનો કિસ્સો બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સમલૈંગિક યુવકો સમાજમાં આબરૂની બીકે ફરિયાદ નહીં નોંધાવે એમ વિચારીને આરોપીઓએ અત્યાર સુધીમાં 15 જેટલાં લોકોને આ મોડસ ઓપરેન્ડીથી લૂંટ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.

ચાણક્યપુરી સોસાયટીમાં પત્ની અને બે બાળકો સાથે રહેતો યુવક ચંદુ (નામ બદલ્યું છે) દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. તાજેતરમાં ચંદુએ GRINDR-GAY Chat નામની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. એપ્લિકેશન પર ચંદુને રવિ તરીકે ઓળખ ધરાવતાં યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. રવિ સાથે મિત્રતા કર્યા બાદ સાંજના સમયે તેને રવિનો ફોન આવ્યો હતો. રવિએ ચંદુને મળવા માટે સોલા ભાગવત બોલાવ્યો હતો.

સમલૈંગિક મિત્ર રવિને મળવા માટે ચંદુ પહોંચ્યો એટલે ત્યાં 20 – 22 વર્ષનો યુવક બાઈક લઈને આવ્યો હતો. તેણે પોતાના ઘરે જવાનું કહેતાં ચંદુ એની બાઈક પર બેસી ગયો હતો. સોલા ભાગવતથી થોડેક દૂર અવાવરૂ જગ્યામાં રવિએ બાઈક ઉભું રાખી દીધું હતું. અને ત્યાં અન્ય ત્રણ યુવકો ધસી આવ્યા હતાં. આ જગ્યા અમારી છે એમ કહી તેમણે ચંદુને માર મારી બાઈકની ચાવી અને મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતાં.

બાદમાં ચંદુને રવિ સહિતના ચારે જણની ટોળકીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી મોબાઈલના પેટીએમ દ્વારા રૂ. એક લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં. નાણાં પડાવ્યા બાદ પોલીસમાં જાણ કરીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ટોળકી ફરાર થઈ ગઈ હતી.

બાદમાં ચંદુએ જોયું તો એના એક લાખ રૂપિયા શિવમ ભાવેશકુમાર પટેલ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનું જોવા મળ્યું હતું. તેણે સમગ્ર મામલે સોલા હાઈકોર્ટમાં આ બાબતે ફરિયાદ નોંધી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સોલા પોલીસે જેના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાયા હતાં તે શિવમ પટેલ ઉપરાંત ચંદુને માર મારનાર ચિંતન ધોળકિયા અને મકુંદ પ્રજાપતિની ધરપકડ કરી હતી. જ્યારે રાહુલ પરમારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રો અનુસાર, આ ટોળકીએ અન્ય એક વ્યક્તિ પાસેથી પણ 50 હજાર રૂપિયા પડાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. સમલૈંગિક વ્યક્તિ સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ નહીં કરે એવું વિચારીને ટોળકીએ તેઓને લૂંટવાની મોડસ ઓપરેન્ડી અજમાવી હતી. અત્યાર સુધીમાં ટોળકીએ 15 જેટલાં સમલૈંગિક લોકોને લૂંટ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું, આજે મને ફરીવાર આલિયા ભટ્ટને કિસ કરવાની ઇચ્છા થાય છે.

પકડું – એટલે, તે પહેલાં કરી હતી આલિયાને કિસ?

ટાઈગર – અરે ના હવે… પહેલા પણ એકવાર એવી ઇચ્છા થઈ હતી. આજે ફરીવાર થઈ… શું તું પણ યાર..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *