• કામરેજના પાસોદરા ગામ પાસે બનેલો બનાવ.
  • યુવતીના કાકા અને ભાઈ પર પણ યુવકે હુમલો કર્યો.
  • હત્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો યુવકનો પ્રયાસ.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત ભારે અરેરાટી ફેલાવે તેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં લોકોની સામે યુવક યુવતીના ગળા પર ચાકુ ફેરવતો જોવા મળે છે. સુરતના કામરેજ તાલુકાના બનાવ અંગે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવનો વિડીયો બનાવનાર લોકો તો ઠીક ત્યાં હાજર કોઈ વ્યક્તિ યુવકને રોકવાની હિંમત ના કરી શક્યું એ વાતે કેટલાંક લોકોએ ટોળાં પર ફિટકાર વરસાવ્યો હતો.

કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનિલ નામનો યુવક કોલેજમાં સાથે અભ્યાસ કરતી કામરેજના પાસોદરા ગામે રહેતી ગ્રીષ્મા નામની યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. ગ્રીષ્મા તેને પસંદ ન કરતી હોવા છતાં ફેનિલ વારંવાર તેને મળવા પહોંચી જતો હતો. જેથી કંટાળીને ગ્રીષ્માએ આ અંગે પોતાના કાકાને જાણ કરી હતી.

શનિવારે સાંજે ફેનિલ પાસોદરા ગામે પહોંચ્યો ત્યારે ગ્રીષ્માના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા ફેનિલે ગ્રીષ્માના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમને બચાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના ભાઈને પણ ફેનિલે ચાકુ વડે ઇજા પહોંચાડી હતી.

કાકા અને ભાઈને ઇજા પહોંચતા ગ્રીષ્મા ફેનિલને રોકવા આગળ આવી હતી. જોકે, ઉશ્કેરાયેલા ફેનિલે ગ્રીષ્માને પકડી લીધી હતી અને તેના ગળા પર ચાકુ મુકી દીધું હતું. કેટલીક ક્ષણો સુધી લોકો એને છોડી દેવા બૂમો પાડતાં રહ્યા પણ, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચાકુ ફેરવી દીધું હતી. જેને પગલે ગ્રીષ્માનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

દરમિયાનમાં બનાવ અંગે જાણ થતાં કામરેજ પોલીસ દોડી આવી હતી. પોલીસને આવતાં જોઈ ફેનિલે પોતાના હાથની નસ કાપી નાંખી હતી. પોલીસે ફેનિલને તેમજ મૃતક ગ્રીષ્માના કાકા અને ભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

અત્રે નોંધનિય છે કે, બનાવને પગલે ગ્રીષ્માની માતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બનાવને પગલે ભારે ચકચાર મચી જતાં રેન્જ આઈજી રાજકુમાર પંડિયન ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા થાય અને નિષ્પક્ષ ન્યાય મળે તે માટે માંગણી કરી હતી.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર પકડું, આજે મને ફરીવાર આલિયા ભટ્ટને કિસ કરવાની ઇચ્છા થાય છે.

પકડું – એટલે, તે પહેલાં કરી હતી આલિયાને કિસ?

ટાઈગર – અરે ના હવે… પહેલા પણ એકવાર એવી ઇચ્છા થઈ હતી. આજે ફરીવાર થઈ… શું તું પણ યાર..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *