- વડોદરા સહિત રાજ્યના અનેક અગ્રણીઓ યોગી સરકારના ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે.
- ડૉ. જીવરાજ ચૌહાણને સોંપાઈ છે છ વિધાનસભાની જવાબદારી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર હાલ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં યોગી સરકારના પ્રચારમાં જોડાયેલા છે. તેમણે બારાબંકી જિલ્લાના કુર્શી વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમજ ફરી એકવાર ભાજપા સરકાર, મોદી યોગી જીંદાબાગના સૂત્રોચ્ચાર કરાવ્યા હતાં. અને કુર્શી વિધાનસભાના ભાજપી ઉમેદવાર સકેન્દ્રકુમાર વર્માને જંગી મતોથી જીતાડવા માટે લોકોને આહ્વાન કર્યું હતું.
ઉત્તર પ્રદેશ ચૂંટણીના પ્રચારમાં વડોદરા સહિત રાજ્યભરના ભાજપી અગ્રણીઓ જોડાયેલા છે. ત્યારે વડોદરાના પૂર્વ ડે. મેયર ડૉ. જીવરાજ ચૌહાણને બારાબંકી જીલ્લાની બારાબંકી સદર, કુર્શી, જૈદપુર, દરિયાબાદ, રામનગર, હૈદરગઢ એમ કુલ છ વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. 14 લોકોની ટીમ સાથે તેઓ પ્રચાર કાર્યમાં જોડાયેલા છે.
ગત 15 ડિસેમ્બરના રોજ યુપી ચૂંટણીના પ્રચાર માટે ગયેલા ડૉ. જીવરાજ ચૌહાણ 27 ફેબ્રુઆરીએ ચુંટણી પૂરી થયા બાદ 28મીના રોજ વડોદરા પરત ફરશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?
પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz