- પરિણીતાને પરાણે પ્રપોઝ સ્વિકારવા મજબૂર કરી છેડનાર ખીરાના વેપારી પર ખારી થઈ પોલીસ
- રાજકોટમાં ઢોસાના ખીરાનો ધંધો કરતો 24 વર્ષિય રવિ લાલવાણીને પાસા કરતી પોલીસ.
- 32 વર્ષિય મુસ્લિમ પરિણીતાને ચોકલેટ ડેના દિવસે સાંજે રસ્તામાં આંતરી છેડતી કરી હતી.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । શહેરના બજરંગવાડી વિસ્તારમાં ઢોસાના ખીરાનો ધંધા કરતાં યુવકે મુસ્લિમ પરિણીતાને ફ્રેન્ડશિપ પ્રપોઝલ સ્વિકારવા ધાકધમકી આપી, છેડતી કરી હતી. જેને પગલે ખારી થયેલી પોલીસે યુવકને પાસા કરીને કાયદાને પ્રેમ કરવાનું શિખવ્યું હતું. અને ‘વેલેન્ટાઈન ડે’ના દિવસે જ અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી 32 વર્ષિય પરિણીતાને પતિ સાથે મનમેળાપ ન રહેતાં, તે છેલ્લાં નવ વર્ષોથી એક સંતાન સાથે અલગ રહે છે. સાતેક મહિના અગાઉ એક બહેનપણીના ઘરે પરિણીતાનો પરિચય બજરંગવાડી વિસ્તારમાં રહેતાં અને ઢોસાના ખીરાનો ધંધો કરતાં 24 વર્ષિય રવિ લાલવાણી સાથે થયો હતો.
રવિ અવાર – નવાર ફોન કરીને ફ્રેન્ડશિપ કરવા બાબતે પરિણીતાની પજવણી કરતો હતો. પરિણીતાએ આખરે કંટાળીને આ અંગે બહેનપણીને પણ વાત કરી હતી. તેની બહેનપણીએ રવિને ઠપકો આપી હેરાનગતિ રોકવા જણાવ્યું હતું. જોકે, તેમ છતાં રવિ પીછો કરીને પરિણીતાને ફ્રેન્ડશિપ કરવા માટે દબાણ કરતો હતો.
ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે હતો ત્યારે સાંજે 7 વાગ્યાના અરસામાં રવિએ પરિણીતાને પૂનમ કોમ્પ્લેક્સ પાસે આંતરી હતી. જેને પગલે પરિણીતાએ સ્પષ્ટ કહ્યું કે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી, છતાં તુ મને શા માટે ફોન કરે છે, અને ઉભી રાખે છે? જેના જવાબમાં રવિએ કહ્યું કે, મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી જ છે, આજે ચોકલેટ ડે છે અને તારે મારી ફ્રેન્ડશીપનું પ્રપોઝ સ્વિકારવું જ પડશે. જો મારી પ્રપોઝ નહીં સ્વિકારે તો હું તને જાનથી મારી નાંખીશ.
ધમકી આપ્યા બાદ રવિએ જાહેર માર્ગ પર પરિણીતાને બાથ ભરી ચેનચાળા કર્યા હતાં. જેને પગલે પરિણીતાએ એને ધક્કો મારી હડસેલી દીધો હતો. અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતાં રવિ ત્યાંથી જતો રહ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે રવિ બીજલભાઈ લાલવાણીને કાયદાને પ્રેમ કરવાનું ભાન આપ્યું હતું. આજે વેલેન્ટાઈન ડે ના દિવસે જ રવિ સામે કડક કાર્યવાહી કરી પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલવા દેવામાં આવ્યો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?
પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz