વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સુરતમાં હાલમાં જ એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક યુવતીને એના જ પરિવારની સામે ગળા પર ચપ્પુ મારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી હતી.ત્યારે “વેલેન્ટાઈન ડે” ના દિવસે નર્મદા જિલ્લામાં પણ સુરત વાળી ઘટના બનતા બનતા રહી ગઈ.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામે યુવાને પરિણીત મહિલાને પ્રેમ સંબંધ બાંધવા મજબુર કરી હતી, મહિલા પ્રેમ સંબંધ ન બાંધતા યુવાને મહિલા પર કુહાડી વડે હુમલો કર્યો હતો.

સોમવારે 14 મી ફેબ્રુઆરીએ “વેલેન્ટાઈન ડે” ના દિવસે પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રેમનો ઈજહાર કરતા હોય છે, તો બીજી બાજુ નાંદોદ તાલુકાના તરોપા ગામે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીત મહિલા પર કુહાડી વડે હુમલો કર્યો હતો.ઘટના એવી છે કે નાંદોદ તાલુકાના તરોપામાં રહેતા પ્રવિણ રમેશ વસાવા ગામની જ એક પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હતો, 14 મી ફેબ્રુઆરીએ મહિલાના ઘરે જઈ મહિલાને કહે છે કે તું કેમ મારી સાથે પ્રેમ સબંધ રાખતી નથી તને આજે મારી જ નાખવી છે તેમ કહી મહિલા પર કોઈતા વડે હુમલો કર્યો હતો.

પ્રવિણ રમેશ વસાવાએ મહિલા પર કોઈતા વડે ઉપરા છાપરી ડાબા હાથે ખભાથી નીચેના ભાગે તથા ડાબા કાનની ઉપર માથાના ભાગે તથા- જમણા ખભાથી ઉપર ગળાના ભાગે કોયતાના ઘા મારી ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો.બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.આ બાબતે આમલેથા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી પ્રવીણ રમેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *