- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ચૂંટણી ટાણે મતદારો સામે નમ… નમ… કરનારાઓ જીત્યા પછી પ્રજાને આદેશ કરતાં હોય છે કે હવે અમારી સામે નમો.. નમો… આ બાબત પર કટાક્ષ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક રાજકારણી મતદારને પગે લાગી રહ્યો છે ત્યાં એનો સાથી કહે છે કે, અરે આમને પગે નથી લાગવાનું, તેમણે તો મતદાન કરી દીધું છે… હવે બાજુમાં ઉભેલા ભાઈનો વારો છે!
સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન
ચૂંટણીમાં રાજકારણીઓ માટે દોડધામ કરીને તગડી કમાણી કરનાર તત્વો પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, આરામ કરી રહેલાં અસામાજીક તત્વ જેવા ગરીબ પતિને પત્ની કહી રહી છે કે, થોડા દિવસ સારી રીતે આરામ કરી લો, પછી તમારે ચૂંટણીસભા અને રેલીઓમાં ક્યાં ક્યાં દોડવું પડશે, એ કોને ખબર…
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન
સુરતના ગ્રીષ્મા મર્ડર કેસમાં કોઈએ ફેનિલને અટકાવ્યો નહીં અને વિડીયો શૂટિંગ કરતાં રહ્યા એ બાબત પર રોષ વ્યક્ત કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક લોહીયાળ છરી ઉંચી થઈ છે અને લોકો એના વિડીયો ઉતારી રહ્યાં છે… ‘સોસાયટી’
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.
અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
😛 (આજનો Funrang જોક) 😛
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો…
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj