- વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ગત સોમવારે યોજાઈ વક્તૃત્વ સ્પર્ધા.
- વિવાદ સર્જાતા વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબહેન ગવલી સસ્પેન્ડ.
- વક્તૃત્વ સ્પર્ધાના આયોજન પાછળ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે – ગૃહ રાજ્યમંત્રી સંઘવી
[Mehulkumar Vyas – 9978918796]
વલસાડ । મહાત્મા ગાંધીજીને યેનકેન પ્રકારે હીન ચીતરવાની એક નિંદનિય પ્રવૃત્તિ દેશમાં ફુલી ફાલી રહી છે. ત્યારે વલસાડની શાળામાં સોમવારે યોજાયેલી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષયક વક્તૃત્વ સ્પર્ધાને કારણે હોબાળો મચ્યો છે.
મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલવું એ તો વર્ષોથી ચાલતું આવે છે. પણ, છેલ્લાં કેટલાંક સમયથી તો જાણે ગાંધીજીનું અપમાન કરીને હલકી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનું મનોવલણ વધુ વિકસ્યું છે. ગત 15 નવેમ્બર 2021ના રોજ જામનગરમાં હિન્દુ સેના દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. જે મામલે સર્જાયેલા વિવાદમાં કૉંગ્રેસ અને હિન્દુ સેના સામ સામી આવી ગઈ હતી. અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ગત સોમવારે વલસાડની કુસુમ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 5 થી 8ના 11 થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. સ્થાનિક કચેરી દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનાં ત્રણ પૈકી એક વિષય આપવામાં આવ્યો હતો ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’. આ વિષય પર વક્તવ્ય આપી, ગાંધીજીની નિંદા કરી નાથુરામ ગોડસેને મહાન ગણાવનાર વિદ્યાર્થીને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. જેના પગલે વિવાદ સર્જાતાં તાબડતોબ વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબહેન ગવલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે એવું નિવેદન આપ્યું હતું.
વલસાડ જિલ્લાના કલેક્ટર ક્ષીપ્રા અગ્રેએ આ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી નથી એમ કહી સમગ્ર મામલે હાથ ઉંચા કરી લીધા હતાં. જ્યારે કુસુમ વિદ્યાલયના સંચાલિકા અર્ચનાબહેન દેસાઈએ મિડીયાને જણાવ્યું હતું કે, જિલ્લાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કચેરી દ્વારા આયોજિત સ્પર્ધા વિદ્યાલય દ્વારા માત્ર જગ્યા ફાળવવાની જવાબદારી લીધી હતી.
તેમણે ઉમેર્યું કે, સ્પર્ધાના વિષયોની પસંદગી સહિતની તમામ જવાબદારી સરકારી કચેરી દ્વારા કરાઈ હતી. વક્તૃત્વ સ્પર્ધાના એક દિવસ અગાઉ સ્પર્ધકોને વિષયો અંગે જાણ કરવામાં આવી હતી. જેમાં બ વિભાગમાં ત્રણ વિષય હતાં ‘મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે’, ‘વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જઉં’ અને ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’. સરકારી કચેરી દ્વારા કરાયેલી સૂચનાઓનું શાળા તો માત્ર પાલન જ કર્યું છે.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો…
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz