• ગ્રીષ્માના મામા સહિતના સાતેક લોકોએ ફેનિલ અને તેના માતા – પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ.
  • ગ્રીષ્મા હત્યા કેસ અંગે રચાયેલી SITમાં DySP, 4 PI અને 4 PSIનો સમાવેશે.
  • આજે પોલીસ ફેનિલને કોર્ટ સમક્ષ રજૂ કરશે.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત રાજ્યભરમાં ભારે ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલે પોલીસ પુછપરછમાં એવી કેફિયત રજૂ કરી હતી કે, અમારા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતાં, ગ્રીષ્માએ વાતચીત બંધ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રવિવારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરીવારની મુલાકાત લઈ ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી. જ્યારે આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીયો કોલથી પરિવારજનોને સાંત્વના આપી હતી. અને ઝડપથી ન્યાય અપાવવાની ખાત્રી આપી હતી.

સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાના ગળા પર ચાકુ ફેરવી કરપીણ હત્યા કરનાર ફેનિલ ગોયાણી અગાઉ કાર ચોરીમાં ઝડપાયો હતો. કપલ બોક્સ ચલાવતાં ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ તે સ્વસ્થ થઈ જતાં ગઈકાલે પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરી હતી. ફેનિલે પોલીસને જણાવ્યા પ્રમાણે, ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધ હતો. દરમિયાનમાં એકવાર ગ્રીષ્માના મામાએ ફોનમાં બંનેનો ફોટો જોયો હતો. જેને પગલે પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી ગયો હતો.

પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતાં ગ્રીષ્માએ ફેનિલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં એક રાતે ગ્રીષ્માના મામા અન્ય પાંચ – સાત લોકો સાથે ફેનિલના ઘરે પહોંચ્યા હતાં. તેઓએ ફેનિલને તેમજ તેના માતા – પિતાને માર માર્યો હતો. આ બનાવને પગલે માંઠુ લાગવાથી ઉશ્કેરાયેલા ફેનિલે હત્યા કાંડને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલને આજરોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. હત્યા કેસની તપાસ માટે 1 ડીવ્હાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટર અને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક SIT રચવામાં આવી છે. ઉપરાંત, એલસીબી અને એસઓજી પણ તપાસમાં સહાય કરશે.

(આજનો Funrang જોક)

રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો

ટીટી – ટિકીટ બતાવો…

ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…

ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?

ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *