- વડોદરાનાં ગોયાગેટ વિસ્તારમાં ગત તા. 13 ફેબ્રુઆરીએ બનેલી ઘટના.
- એપાર્ટમેન્ટનો ગેટ બંધ કરી ઢોર પાર્ટીએ ગાયના ગળે દોરડું બાંધ્યું.
- ગાય ગેટ તોડીને ભાગી એમાં એક કર્મચારી જમીનદોસ્ત થઈ ગયો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર સાહેબની મંચ્છાને તો ‘ઢોરોએ’ જાણે મજાક બનાવી દીધી છે. જ્યારથી મેયર સાહેબ ‘શ્રી કેયુરભાઈ રોકડીયા’એ પોતાના મનની વાત જાહેર કરી ત્યારથી ગાયમાતાએ પણ જાણે પોતાની મનમાની કરવાનું શરૂ કરી દીધું હોય એવાં બનાવો સામે આવતાં હોય છે. આવો જ એક વધુ બનાવ ગોયાગેટ વિસ્તારમાં બનવા પામ્યો છે.
શહેરના માર્ગો પર રખડતાં ઢોરોની જે સ્થિતિ છે અને કોર્પોરેશનની ઢોર પાર્ટી જે રીતે કામગીરી બજાવી રહી છે. એ જોતાં મેયર સાહેબની મંચ્છા પૂરી થાય એવી લગીરેય શક્યતાઓ દેખાતી નથી. મેયર સાહેબે પંદર દિવસમાં શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત કોના ભરોસે અને શા માટે કરી? એ તો ભગવાન જાણે… પણ, ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ ગોયાગેટ વિસ્તારમાં ગાય પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર પાર્ટીનો પોપટ થઈ ગયો હોય એવી ઘટના બની હતી.
વેલેન્ટાઈન ડેના આગલા દિવસે ‘મેયર મહેચ્છા અંગે પ્રેમ ધરાવતાં’ કોર્પોરેશન ઢોર પાર્ટીના કર્મચારીઓ સાંજના સમયે કામગીરી કરવા નિકળ્યા હતાં. નિયત આદત પ્રમાણે ઢોર પાર્ટીએ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં એક ગાયનો પીછો કર્યો હતો. જેને પગલે ગાય એક એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ઘુસી ગઈ હતી.
ગાય કમ્પાઉન્ડમાં જતાં ઢોર પાર્ટીના બાહોશ કર્મચારીઓએ એપાર્ટમેન્ટનો મેઇન ગેટ બંધ કરી દીધો હતો. અને લગભગ એકાદ મીનીટમાં ગાયના ગળે દોરડું નાંખવામાં એક કર્મચારી સફળ રહ્યો હતો. ગાય કાબૂમાં આવી ગઈ હોવાનું માની રહેલી ઢોર પાર્ટીને આંચકો આપવાનો ગાયમાતાએ અલગ જ પ્લાન બનાવી રાખ્યો હતો.
શાંતિપૂર્વક ગળામાં દોરડું નાંખવા દેનાર ગાય માતાએ અચાનક જ સ્ફૂર્તિ દેખાડી હતી અને દોડીને ગેટનો દરવાજો ઉખાડીને દોટ મુકી હતી. કમ્પાઉન્ડનો ગેટ ઉખડીને ફંગોળાતા એક કર્મચારી પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. અને આખરે, ઢોર પાર્ટીનો પોપટ કરીને ગાય ભાગી છૂટી હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. શક્ય છે કે, ઢોર પાર્ટીએ પરસેવો પાડીને ફરી ગાયને પકડી પણ લીધી હોય.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનની ઢોર પાર્ટી મેયર સાહેબની મહેચ્છા પૂરી કરવાના આશય સાથે દિવસ – સાંજ પરસેવો પાડી રહી છે પરંતુ શહેરના માર્ગો પરથી રખડતાં ઢોર ઓછાં થતાં નથી. કદાચ શહેરમાં કેટલાં રખડતાં ‘ઢોરો’ છે? એની ગણતરી કરવામાં મેયર સાહેબ અને કોર્પોરેશન તંત્ર ગફલત કરી ગયું હોય.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો…
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz