- પશ્ચિમ રેલ્વે એલ.સી.બી. દ્વારા 11.42 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો.
- યુપીના લલીતપુરમાં ફિલ્મી ઢબે વેશ બદલીને પોલીસે ચોરને ઝડપી પાડ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । રેલ્વે ટ્રેનમાં સૂઈ રહેલાં મુસાફરોનો કિંમતી સામાન ચોરનાર શાતિર ચોરને વેસ્ટર્ન રેલ્વે એલ.સી.બી. દ્વારા ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો હતો. શાતિર ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ફિલ્મી ઢબે વેશ બદલી ત્રણ દિવસ – ત્રણ રાત વૉચ ગોઠવી હતી. આરોપી પાસેથી રૂ. 11.42 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.
ટ્રેનમાંથી સોના – ચાંદીનો કિંમતી સામાન ચોરાયો હોવા અંગેની વિવિધ ફરિયાદ વાપી અને સુરત રેલ્વે પોલીસ મથકોમાં નોંધાઈ હતી. સુતેલા મુસાફરો ચોરનાર શખ્સને પકડવા માટે વડોદરા રેલ્વે એલ.સી.બી.ના પી.આઈ. ઉત્સવ બારોટના સુપરવિઝન હેઠળ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં વાપી રેલ્વે પોલીસના પી.એસ.આઈ. વાય. એચ. રાજપૂત તથા એલસીબીના પી.એસ.આઈ. એન. એમ. તલાટી, એલ.સી.બી.ના એ.એ.આઈ. શરદકુમાર કાલીદાસ, હે.કો. ગંભીરસિંહ ધીરૂભા, સુનિલભાઈ માનસંગભાઈ, મહેશકુમાર માલજીભાઈ, અનિલ નારાયણભાઈ તેમજ વાપી રેલ્વે પોલીસના હે.કો. નરેન્દ્રસિંહ દશરથસિંહ, પો.કો. સંજયભાઈ ગેમાભાઈ, ટેક્નિકલ ટીમના હે.કો. શૈલેષભાઈ વીરાભાઈ તથા ઇમરાન ઇકબાલભાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ટીમ દ્વારા વાપી રેલ્વે સ્ટેશનના સીસીટીવી તપાવામાં આવતાં બેગ ચોરીને જતો શખ્સ ઓળખાયો હતો. અને શંકાસ્પદ આરોપી 22 વર્ષિય રાકેશ કલ્લુ આહીરવાર (રહે. સેલવાસ, દાદરનગર હવેલી) ઉત્તર પ્રદેશના લલીતપુર જિલ્લાના વતન ખાતે ભાગી ગયો હોવાનું ટેક્નિકલ એનાલીસીસથી જાણવા મળ્યું હતું. ટેક્નિકલ ટીમ અને હ્યુમન સોર્સ દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ કે, શંકાસ્પદ શખ્સ ઉત્તર પ્રદેશના લલીતપુર જીલ્લાના વતન ખાતે પહોંચ્યો છે.
તેથી ટીમ દ્વારા લલીતપુર જઈને ત્રણ દિવસ – ત્રણ રાત સુધી સ્થાનિક લોકોના વેશમાં વૉચ રાખવામાં આવી હતી. આરોપી મુદ્દામાલ સગે વગે કરવા વારંવાર સ્થળ બદલતો હતો. દરમિયાનમાં ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ આરોપી પનારી ગામ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો છે એવી ચોક્કસ બાતમી મળી હતી.
જેને પગલે એલ.સી.બી.ની ટીમના પોલીસ કર્મીઓ લગ્ન મંડપના ડેકોરેશન કરનાર ટેક્નિશિયન તરીકે પ્રસંગમાં હાજર રહ્યા હતાં. દરમિયાનમાં શંકાસ્પદ આરોપી આવી ચઢતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે, રેલ્વે ટ્રેનોમાં મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ ચોરી કરી હતી. તેમજ મુસાફરોને વિશ્વાસમાં લઈ મોબાઈલ ફોન સહિતનો કિંમતી સામાન ચોર્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 11,42,284ની કિંમતના સોનાના દાગીનાઓ તેમજ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતાં.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો…
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz