- દીપડા અને હરણના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓએ આપ્યો છે બચ્ચાને જન્મ.
- 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બચ્ચાને જન્મ
- સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું
- સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં રાજા અને રાણીના ઘેર બે સિંહ બાળોનું આગમન થયું છે. ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને તો છે જ. એટલે એમનું નામ રાજા રાણી રાખવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે, અહીં ભારતની ઝુ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતીના આંગણે પારણું બંધાયું છે. સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડથી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું છે.
આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવર વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે. 230 દિવસ એટલે કે લગભગ સાત મહિનાથી વધુ સમયના ગર્ભકાળ પછી સિંહણ રાણીએ બાળ જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરીએ હાલમાં કહી શકાય તેમ નથી.યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે.
આપણી પરંપરા પ્રમાણે નામ પાડવાનો અધિકાર ફોઈનો હોય તો સફારી પરિવારમાં સિંહબાળોના નામ પાડવાનો અધિકાર તો દીપડી ફોઈને જ મળશે એવી વાતો સાથે જંગલ સફારીના અધિકારીઓ મઝાક મસ્તી પણ કરી રહ્યા છે.હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના, આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માથી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો…
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી…
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz