- જ્યાં કનેક્ટિવિટીનો અભાવ હોય એવી જગ્યાએ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ એચિવ કરવા તલાટીઓ અક્ષમ
- જે તલાટીઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો નહિ કરે એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની અધિકારીઓની ચીમકી!!!
- ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો ન કરે તો પણ અને બીજી કામગીરી અધૂરી રહે તો પણ અધિકારીઓ લાલઘૂમ, તલાટીઓનો સુડી વચ્ચે સોપારી જેવો હાલ
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના તલાટીઓને રોજના 150 ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવા અધિકારીઓ દબાણ આપતા હોવાની બાબત હાલ સરકારી વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જો કે અધિકારીઓના આવા વલણ સામે તલાટી આલમમાં ખાસ્સી એવી નારાજગી જોવા મળી રહી છે. તલાટીઓનું એવું કેહવું છે કે અમે જો ઈ-શ્રમ કાર્ડની કામગીરી પર જ ધ્યાન આપીએ તો બીજી કામગીરી કયારે કરીએ.
નર્મદા જિલ્લામાં હાલ ઈ-શ્રમ કાર્ડની કામગીરી જોર શોરમાં ચાલી રહી છે. તો બીજી બાજુ એક તલાટીએ રોજના 150 ઈ-શ્રમ કાર્ડની ઓન લાઈન એન્ટ્રી કરી લાભાર્થીને કાર્ડ કાઢી આપવા ઉચ્ચ અધિકારીઓ રિતસરનું દબાણ આપી રહ્યાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે તલાટીઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો નહિ કરે એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની અધિકારીઓની ચીમકીને પગલે હાલ તો તલાટી વર્તુળમાં સોંપો પડ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તલાટીઓએ રોજે રોજ રેશન કાર્ડ, વિધવા સહાય, આવકના દાખલા, વૃધ્ધ પેન્શન, મહેસુલી વસુલાત, પંચાયત વેરાની વસુલાત, સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કામગીરી, મનરેગાની કામગીરી, વિકાસના કામો સહિત અનેક બીજી કામગીરી પણ કરવાની હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જો તેઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો ન કરે તો પણ અધિકારીઓ લાલઘૂમ થાય અને બીજી કામગીરી અધૂરી રહી જાય તો પણ અધિકારીઓ લાલઘૂમ થાય, જેથી નર્મદા જિલ્લાના તલાટીઓનો સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થયો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે જ્યાં જ્યાં કનેક્ટિવિટીનો અને કોમ્પ્યુટરનો અભાવ છે ત્યાં ત્યાં તો આ ટાર્ગેટ પૂરો કરવો લગભગ અશક્ય છે. જ્યાં કોમ્પ્યુટર અને કનેક્ટિવિટીનો અભાવ છે ત્યાં મોબાઈલથી આ કામગીરી કરવા અધિકારીઓ જણાવે છે, પરંતુ ઘણા કારણોસર મોબાઇલ દ્વારા પણ એ કામગીરીમાં વિલંબ થાય છે. અગાઉ મોટે ભાગના ઈ-શ્રમ કાર્ડ તો ખાનગી એજન્સીએ રજીસ્ટર કરી દીધા હોવાથી હવે તલાટીઓએ ઈ-શ્રમ કાર્ડના લાભાર્થીઓને દીવો લઈને શોધવા જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વિલેજ કોમ્પ્યુટર એમ્પ્લોઈને હજુ સુધી જૂની એન્ટ્રીઓના નાણાં ચુકવવાના બાકી??
આમ તો ઈ-શ્રમ કાર્ડની એક એન્ટ્રીના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને 18 રૂપિયા મળે છે. પણ અગાઉ પ્રધાનમંત્રી કિસાન નિધિની એન્ટ્રીના નાણાં એમને ચૂકવ્યા ન હોવાથી તેઓ ઈ-શ્રમ કાર્ડની એન્ટ્રી માટે આવતા ન હોવાની બુમો પણ ઉઠી છે.
વિલેજ કોમ્પ્યુટર એમ્પ્લોઈ સરપંચના ઈશારે કામ કરે છે?
જે તે ગ્રામ પંચાયતમાં ઓન લાઈન એન્ટ્રીઓ કરવા માટે સરપંચ અને ચૂંટાયેલા સભ્યો જ વિલેજ કોમ્પ્યુટર એમ્પ્લોઈની નિમણુંક કરે છે. એટલે સ્વાભાવિક છે કે એ સરપંચ અને ચૂંટાયેલા સભ્યોના જ ઈશારે કામ કરતો હોય. હવે બાકીની ઓન લાઈન કામગીરી માટે તલાટી જો એની ઉપર પ્રેસર કરે તો ચૂંટાયેલા સભ્યો નારાજ થાય અને કામગીરી કરવાની ના પાડે ત્યારે તલાટીઓને મુંજવણમાં મુકાઇ જતા હોય છે.
(આજનો Funrang જોક)
રેલ્વે પ્લેટફોર્મ પર ટીટીએ ટાઈગરને રોક્યો
ટીટી – ટિકીટ બતાવો. . .
ટાઈગર – પણ, હું ટ્રેનમાં આવ્યો જ નથી. . .
ટીટી – શું સાબિતી છે કે તું ટ્રેનમાં નથી આવ્યો?
ટાઈગર – સાબિતી એ જ છે કે મારી પાસે ટિકિટ નથી. .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz