- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ચૂંટણી જંગમાં ગુંડા તત્વોને પાર્ટીઓ દ્વારા ટિકિટ આપવામાં આવી હોવાની બાબત પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, મેગા રેલીના પોસ્ટરમાં ગુંડાનો ફોટો છે અને આસપાસ ભારે ગંદકી છે. આ જોઈને એક વ્યક્તિ બીજાને કહી રહ્યો છે કે, અગાઉ કોઈ પણ રેલીમાં પરિવાર સાથે જઈ શકાતું હતું… પણ હવે તો હું એકલો જ જાઉં છું અને એ પણ કાનમાં રૂનું પુમડું ભરાવીને!
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
યુપી સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરોબર ઘેરવામાં આવી રહ્યા હોવાનું દર્શાવતાં ન્યૂઝ કાર્ટૂનમાં મમતા બેનર્જી, અખીલેશ યાદવ સહિતના નેતાઓથી ઘેરાયેલા મોદી હું… તું… તું… કહીને કોને આઉટ કરવો એનો વિચાર કરી રહ્યાં છે.
સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન
ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાની વાતે વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાર્ટી હેડક્વાર્ટરની બહાર કેદીના કોસ્યુમમાં ઉમેદવાર પ્રચાર કરી રહ્યો છે. પાર્ટી દ્વારા કહેવાઈ રહ્યું છે કે, અમે થોડો સમય માટે જ એમને બહાર લાવ્યા છીએ અને સમય ના બગડે એટલા માટે એમને સીધા જ જેલમાંથી અહીં પ્રચાર કરવા બોલાવી દીધા છે.
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન
ચૂંટણીના વાયદાઓ વચ્ચે મોંઘવારીથી ત્રસ્ત વ્યક્તિનો રોષ વ્યક્ત કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગેસના સિલિન્ડર પર બેસીને એક વ્યક્તિ ફોન પર કોઈ રાજકારણીને કહી રહ્યો છે કે, ઓલ્યા પેલાં 15 લાખ આપી દો! સિલિન્ડર અમે જાતે ભરાવી લઈશું.
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.
અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.
પકડું – પછી… પછી શું થયું?
ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj