- જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે બેઠક મળી.
- ફાગણ સુદ એકાદશીથી ફાગણ સુદ પૂનમ સુધી ડાકોર ખાતે ઉત્સવ ઉજવાય છે.
[Mehulkumar Vyas – 9978918796]
ખેડા । ખેડા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આ વર્ષે ફાગણ મેળાનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે કોરોના કાળને પગલે ફાગણી પૂનમના મેળાને તંત્ર દ્વારા બંધ રખાવવામાં આવ્યું હતું.
પ્રતિ વર્ષ ફાગણ સુદી પૂનમે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર આવતાં હોય છે. ડાકોરના ઠાકોરના લગભગ 7 લાખથી વધુ ભક્તો પગપાળા દર્શનાર્થે આવતાં હોય છે. આ વર્ષે ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને મેળો યોજી શકાય તે માટે આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી.
જેમાં કલેક્ટરે દર્શનાર્થીઓને અગવડ ના પડે અને કાયદો – વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, રસ્તાઓ, આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરે પ્રાપ્ત થાય તેનું આયોજન કરવા જણાવ્યું હતું. જ્યારે મંદીર દ્વારા પણ ફાગણી પૂનમ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો યોજાનાર હોવાથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
(આજનો Funrang જોક)
(ટાઈગરને જંગલમાં ઓફિસર તરીકે નોકરી મળી. મિત્ર પકડું એને મળવા ગયો. જંગલની વાતો વાતોમાં)
ટાઈગર – એક દિવસ તો હું જંગલમાં ગયો ત્યાં મને ડાકુ મળી ગયાં…
પકડું – એમ… પછી…
ટાઈગર – મારી ઘડિયાળ, મોબાઈલ અને રૂપિયા લૂંટી ગયાં..
પકડું – પણ, તારી પાસે તો રિવોલ્વર છે ને…
ટાઈગર – સારું થયું એના પર એ લોકોની નજર ના પડી… બોલ…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz